Get The App

પશ્ચિમ રેલ્વે વડોદરા - ડાકોર વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
પશ્ચિમ રેલ્વે વડોદરા - ડાકોર વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે 1 - image


આવતીકાલે સ્વાતંત્ર દિવસ ત્યારબાદ જન્માષ્ટમી અને રવિવારની ત્રણ સળંગ રજાઓ છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ માટે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વડોદરા- ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વડોદરા- ડાકોર વડોદરાથી તા.16ના રોજ રાત્રે 9:30 કલાકે ઉપડશે અને 11:15 કલાકે ડાકોર પહોંચશે. બીજા દિવસે તા. 17ના રોજ ડાકોર - વડોદરા ડાકોરથી રાત્રે 2 વાગ્યે ઉપડશે અને 3:30 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેનને આણંદ અને ઉમરેઠ બંને દિશામાં સ્ટોપેજ આપ્યું છે.

Tags :