પશ્ચિમ રેલ્વે વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે
ચાર જોડી ટ્રેનોનું વડોદરા રોકાણ

તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ આઠ જોડી જનરલ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. જે પૈકી ચાર જોડી ટ્રેનોનું વડોદરા સ્ટેશન ઉપર રોકાણ રહેશે. જેમાં વલસાડ-બરૌની, ઉધના-સમસ્તીપુર, પ્રતાપનગર - જયનગર ફેશિયલ અને પ્રતાપનગર - કટિહાર ટ્રેનોનો સમાવેશ થાય છે.
વલસાડ - બરૌની દરરોજ વલસાડથી બપોરે ૧૨: ૫૦ કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે સવારે 6:05 કલાકે બરૌની પહોંચશે. આ ટ્રેન ૧૪થી ૨૭ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બરીની -વલસાડ દરરોજ સવારે ૧૧થ૦૦ કલાકે બરૌનીથી ઉપડશે. અને ત્રીજા દિવસે સવારે ૪થ૩૦ કલાકે વલસાડ પહોંચશે. આ ટ્રેન ૧૯થી ૨૯ ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તેમજ ઉધના - સમસ્તીપુર દરરોજ ઉધનાથી રાત્રે ૧૧ કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે સવારે ૧૧:૩૫ કલાકે સમસ્તીપુર પહોંચશે. આ ટ્રેન ૧૪ થી ૨૭ ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે સમસ્તીપુર -ઉધના દરરોજ બપોરે ર:૩૦ કલાકે સમસ્તીપુરથી ઉપડશે. અને શનિવારે સવારે ૪ :૩૦ કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન ૧૬થી ૨૯ ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. જ્યારે પ્રતાપનગર - કટિહાર સાપ્તાહિક તા.૧૫ અને ૨૨ ઓક્ટોબરે પ્રતાપ નગરથી ઉપડશે. અને શુક્રવારે સવારે ૦૭:૧૫ કલાકે કટિહાર પહોંચશે. તેવી જ રીતે કટિહાર - પ્રતાપનગર સાપ્તાહિક તા. ૧૭ અને ૨૪ ઓક્ટોબરે સવારે ૧૧:૧૫ કલાકે કટિહારથી ઉપડશે. અને રવિવારે રાત્રે ર:૩૦ કલાકે પ્રતાપનગર પહોંચશે. તથા પ્રતાપનગર-જયનગર સ્પેશિયલ સાપ્તાહિક તા. ૧૯ અને ૨૬ ઓક્ટોબરે સાંજે ૪:૩૫ કલાકે પ્રતાપનગરથી ઉપડશે. અને મંગળવારે સવારે ૧૦:૦૦ કલાકે જયનગર પહોંચશે. તેવી જ રીતે જયનગર - પ્રતાપનગર સ્પેશિયલ સાપ્તાહિક તા.૨૧ અને ૨૮ ઓક્ટોબરે જયનગરથી ઉપડશે અને ગુરુવારે સવારે ૦૫:૩૦ કલાકે પ્રતાપનગર પહોંચશે.