તહેવારોને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલ્વે વધુ પાંચ જોડી સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવશે
Vadodara : દિવાળી, દુર્ગાપૂજા, છઠ પૂજા તહેવારોને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે માટે અનેક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે વધુ પાંચ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો છે.
બાંદ્રા ટર્મિનસ-સાંગાનેર સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી સાંજે 4:45 કલાકે ઉપડશે. અને બીજા દિવસે બપોરે 12:30 કલાકે સાંગાનેર પહોંચશે. આ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે સાંગાનેર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશીયલ દર શુક્રવારે સાંગાનેરથી સાંજે 4:50 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 11:15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. 18 ફેરા સાથે આ ટ્રેન 3 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, નાગદા, ભવાની મંડી, માધોપુર સહિતના સ્ટેશનો ઉપર રોકાશે. તેમજ ઇન્દોર-ખડકી સાપ્તાહિક સ્પેશિયલ દર બુધવારે સવારે 11:15 કલાકે ઇન્દોરથી ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 3:10 કલાકે ખડકી પહોંચશે. આ ટ્રેન 1 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે ખડકી-ઈન્દોર સાપ્તાહિક સ્પેશિયલ દર ગુરુવારે સવારે 5:10 કલાકે ખડકીથી ઉપડશે. અને તે જ દિવસે રાત્રે 11:55 કલાકે ઈન્દોર પહોંચશે. 18 ફેરા સાથે આ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બંને દિશામાં ઉજ્જૈન, રતલામ, ગોધરા, વડોદરા, સુરત, વલસાડ ,વાપી, કલ્યાણ સહિતના સ્ટેશનો ઉપર રોકાશે. આ ઉપરાંત સાબરમતી-પટના વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 18 ફેરા, ઇન્દોર-હજરત નિજામુદ્દિન દ્રી સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના 36 ફેરા અને રાજકોટ-બરૌની સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 18 ફેરા રહેશે.