Get The App

ડભોઇ-સામલીયા ગેજ કન્વર્ઝન માટે પશ્ચિમ રેલવે વડોદરા જિલ્લામાં 1.76 લાખ ચો.મી. જમીન સંપાદન કરશે

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
ડભોઇ-સામલીયા ગેજ કન્વર્ઝન માટે પશ્ચિમ રેલવે વડોદરા જિલ્લામાં 1.76 લાખ ચો.મી. જમીન સંપાદન કરશે 1 - image


Vadodara : વડોદરા જિલ્લામાં સામલિયા રેલ્વે બ્રિજ અને લોટાના બાયપાસ લાઈન સહિતની વિશેષ રેલ્વે પરિયોજનાના નામે ડભોઇ સામલીયા ગેજ કન્વર્ઝન માટે વાઘોડિયા અને ડભોઇ તાલુકાની 1,76,484 ચો. મી. ક્ષેત્રફળ ધરાવતી જમીના સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઈ હોય આગામી 30 દિવસ સુધી વાંધા અરજી રજૂ કરી શકાશે .

વડોદરા જિલ્લામાં સામલીયા રેલ્વે ફ્લાય ઓવર બ્રિજ (8.40 કી. મી.) અને લોટાના બાયપાસ લાઈન (7.55 કી.મી.)સહિત વિશેષ રેલવે પરીયોજના નામે ડભોઇ સામલીયા ગેજ કન્વર્ઝન (46.45 કિ.મી.)ના અમલીકરણ માટે અપેક્ષિત છે તેવી જમીન સંપાદિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ડભોઇ તાલુકાના તરસાણા ગામ અને પ્રયાગપુરા તથા વાઘોડિયા તાલુકાના કરમલીયાપુર, જંબુવાડા, વાઘોડિયા, વ્યારા, નવા આજવા, જરોદ, વ્યંકટ પુરા, રાયન તલાવડી, તાવરા અને જફરપુરાની ખેતી/ બિનખેતી/ સરકારી જમીનોનો સમાવેશ થાય છે. જમીનના સંપાદન અને ઉપયોગ સંબંધે 30 દિવસના સમયગાળામાં વાંધો ઉઠાવી શકાશે. પ્રાંત અધિકારી સાવલી  અને પ્રાંત અધિકારી વાઘોડિયાને લેખિતમાં વાંધાની જાણ કરવાની રહેશે. અને વાંધો ઉઠાવનારને સુનાવણીનો મોકો આપશે. વાંધો ની તપાસ બાદ સક્ષમ અધિકારી જરૂર જણાય તો આદેશ દ્વારા અથવા વાંધાઓને માન્ય/અમાન્ય કરી શકશે.

Tags :