દિવાળી અને છઠ્ઠ પૂજા અવસરે પશ્ચિમ રેલ્વે તરફથી બાંદ્રા–જયપુર વચ્ચે વિશેષ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શરૂ

Western Railway : પશ્ચિમ રેલ્વે દ્વારા દિવાળી અને છઠ પૂજા પર્વ દરમ્યાન બાંદ્રા ટર્મિનસ અને જયપુર વચ્ચે વિશેષ સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.
મળતી માહિતી મુજબ, ટ્રેન નં. 09726 બાંદ્રા ટર્મિનસ–જયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ 16 થી 30 ઓક્ટોબર દરમ્યાન દર ગુરુવારે બાંદ્રાથી બપોરે 2.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.50 કલાકે જયપુર પહોંચશે. તે જ રીતે, ટ્રેન નં. 09725 જયપુર–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 15 થી 29 ઓક્ટોબર સુધી દર બુધવારે સાંજે 4.05 કલાકે જયપુરથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 12.00 કલાકે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ સહિતના મુખ્ય સ્ટેશનો પર રોકાશે.