Get The App

પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ અપાયા : ચાંપાનેર રોડ, ખરશાલિયા અને બાજવા સ્ટેશનો પર ટ્રેનોનું રોકાણ

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રણ ટ્રેનોને વધારાના સ્ટોપેજ અપાયા : ચાંપાનેર રોડ, ખરશાલિયા અને બાજવા સ્ટેશનો પર ટ્રેનોનું રોકાણ 1 - image

Western Railway : પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી ત્રણ ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. 

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ  બાન્દ્રા ટર્મિનસ–હરિદ્વાર એક્સપ્રેસ (ટ્રેન નં.19019 અને 19020) 10 ડિસેમ્બરે બાન્દ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરતી ટ્રેન નં. 19019 ચાંપાનેર રોડ અને ખરશાલિયા સ્ટેશન પર રોકાશે. ચાંપાનેર રોડ સ્ટેશન પર આગમન સવારે 7:18 તથા ખરશાલિયા સ્ટેશન પર આગમન સવારે 7:48 વાગ્યે થશે. એ જ તારીખે હરિદ્વારથી ચાલતી ટ્રેન નં. 19020ને પણ આ બે સ્ટેશનો પર સ્ટોપ મળશે. ખરશાલિયા સ્ટેશન પર આગમન બપોરે 1 વાગ્યે તથા ચાંપાનેર રોડ સ્ટેશન પર બપોરે 1:20 વાગ્યે પહોંચશે . તેમજ અમદાવાદ – બોરીવલી એક્સપ્રેસ (ટ્રેન નં. 19418) તા. 1 ડિસેમ્બરે અમદાવાદથી શરૂ થતી આ ટ્રેન બાજવા સ્ટેશન પર  રાત્રે 2:27 કલાકે રોકાશે.