પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા – મઉ સ્પેશ્યલ ટ્રેનના ફેરા વિસ્તૃત કરાયા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વડોદરાથી ઉપડતી વડોદરા – મઉ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનના ફેરાને વિશેષ ભાડા સાથે વિસ્તૃત કરવાનો નિર્ણય થયો છે. વડોદરા - મઉ સ્પેશિયલ, જે અગાઉ 29 સપ્ટેમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી. તે હવે 29 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે મઉ - વડોદરા સ્પેશિયલ અગાઉ 30 સપ્ટેમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી. તેના સ્થાને હવે 30 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નં 09195 ના વિસ્તૃત ફેરાઓની બુકિંગ 28 ઓગષ્ટથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે.