Get The App

આજથી 36 કલાક માટે અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ આંશિક રીતે રદ, કાંદિવલી યાર્ડમાં બ્લૉકની અસર

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
આજથી 36 કલાક માટે અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ આંશિક રીતે રદ, કાંદિવલી યાર્ડમાં બ્લૉકની અસર 1 - image


Western Railway division Block : પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા શનિવાર (31 મે) બપોરના 1 વાગ્યાથી 36 કલાકનો મેજર ડે એન્ડ નાઈટ બ્લોક હાથ ધરવાનો છે. જેમાં કાંદિવલી યાર્ડમાં એલિવેટેડ બુકિંગ ઓફિસને તોડવાની કામગીરીને લઈને લાંબા અંતરની અને લોકલ ટ્રેનની સર્વિસ પર તેની અસર પડશે. જેથી અમદાવાદ-બોરીવલી, નંદુરબાર-બોરીવલી સહિતની ચાર ટ્રેન 30 મેથી 01 જૂન સુધી રદ રહેશે. 

આજથી 36 કલાક માટે અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ આંશિક રીતે રદ, કાંદિવલી યાર્ડમાં બ્લૉકની અસર 2 - image

પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં એલિવેટેડ બુકિંગ ઓફિસને હટાવવા માટે 5મી લાઈન અને યાર્ડ લાઈનો પર શનિવાર, 31 મે 2025ના રોજથી સોમવારની મધ્યરાત્રી સુધી 36 કલાકનો એક મેજર બ્લૉક લેવામાં આવશે. જેથી 30 અને 31 મેના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19418 અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ વસઈ રોડ પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વસઈ રોડ અને બોરીવલી વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. 

આ પણ વાંચો: અમરેલીમાં ખાખીને કલંકિત કરતી ઘટના: પોલીસકર્મીએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, ફરિયાદ બાદ રવિરાજસિંહ ફરાર

જ્યારે 01 જૂનના રોજ બોરીવલીથી ઉપડનારી ટ્રેન નંબર 19417 બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડથી શોર્ટ ઓરિજિનેટ થશે. આ ટ્રેન બોરીવલી અને વસઈ રોડ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. બ્લોક દરમિયાન પશ્ચિમ રેલવે પર (મુંબઈ) અપ અને ડાઉન લાઈન પર લગભગ 162 લોકલ ટ્રેન રદ રહેશે, જેને લઈને પ્રવાસીઓને હાલાકી પડી શકે તેવી સ્થિતિ ઊભી થશે. 

Tags :