પશ્ચિમ રેલવે તરફથી બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા-ભાવનગર ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેનોની જાહેરાત

Western Railway Vadodara : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને જૈન પારણા તહેવારના અવસરે મુસાફરીની માંગને ધ્યાનમાં રાખી બાંદ્રા ટર્મિનસ–પાલિતાણા/ભાવનગર ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડે બે જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બાંદ્રા ટર્મિનસ–પાલિતાણા સ્પેશિયલ 20 નવેમ્બરે બપોરે 2:30 વાગ્યે બાંદ્રાથી રવાના થશે અને બીજા દિવસે સવારે 6 વાગ્યે પાલિતાણા પહોંચશે. જ્યારે ભાવનગર ટર્મિનસ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 19 નવેમ્બરે રાત્રે 9:20 વાગ્યે ભાવનગરથી નીકળશે અને બીજા દિવસે 11:20 વાગ્યે બાંદ્રા પહોંચશે. તદુપરાંત, બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ 22 નવેમ્બરે બપોરે 12:45 વાગ્યે બાંદ્રાથી રવાના થશે અને બીજા દિવસે સવારે 4:45 વાગ્યે ભાવનગર પહોંચશે. જ્યારે પાલિતાણા–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 21 નવેમ્બરે રાત્રે 8:00 વાગ્યે પાલિતાણાથી રવાના થશે અને બીજા દિવસે સવારે 10 વાગ્યે બાંદ્રા પહોંચશે. આ ટ્રેનો બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આનંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર સ્ટેશનો પર રોકાશે, જ્યારે કેટલીક ટ્રેનોને ભાવનગર પરા સ્ટેશન પર વધારાનું રોકાણ રહેશે. મુસાફરો માટે બુકિંગ 13 નવેમ્બરથી તમામ પીઆરએસ કાઉન્ટર તથા IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

