જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં કામ કરતા પશ્ચિમ બંગાળના કારીગરોનું ચેકિંગ કરાયું
Jamnagar : જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં સોની વેપારીઓને ત્યાં મોટાભાગે પશ્ચિમ બંગાળથી આવેલા કારીગરો સોના-ચાંદીના ઘરેણાંનું ઘડતર કામ કરે છે, જે પૈકીના 45 થી વધુ પર પ્રાંતીય શ્રમિકોનું સીટીએ ડિવિઝન પોલીસ વિભાગની ટીમ દ્વારા સધન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાઇ નથી.
જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એ.ચાવડા અને તેઓની ટિમ દ્વારા જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં ખાસ કરીને સોની બજારમાં પશ્ચિમ બંગાળથી સોની કામ અર્થે આવેલા કારીગરો વગેરેની યાદી તૈયાર કરીને તમામની ચકાસણી કરવામાં આવી હતી.
આશરે 45 થી વધુ પરપ્રાંતિય શ્રમિકો અહીં વસવાટ કરીને સોની કામ કરે છે, જે તમામના આધાર કાર્ડ વગેરે પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી, અને એક પણ વ્યક્તિ શંકાસ્પદ હોય, અથવા તો તેના આધાર પુરાવાઓમાં કોઈ ક્ષતી હોય તેવું ધ્યાનમાં આવ્યું ન હતું. જે અંગેનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સમક્ષ મૂકવામાં આવ્યો છે.