Western Railways : પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસથી ઉધના, ઓખા અને ભુવાની વચ્ચે ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિયલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. જેમાં બાંદ્રા ટર્મિનસ ઓખા અને બાંદ્રા ટર્મિનસ ભીવાની ટ્રેનોનું વડોદરા રેલ્વે સ્ટેશન સ્ટોપેજ રહેશે. રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા અને વધતી માગને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
બાંદ્રા ટર્મિનસ - ઓખા સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી સવારે 5: 50 કલાકે ઉપડશે. અને આજ દિવસે રાત્રે 10 :50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન તા. 28 જાન્યુઆરીથી તા. 25 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે ઓખા- બાંદ્રા ટર્મિનસ દર મંગળવારે ઓખાથી સવારે 10:20 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 4: 20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન તા.27 જાન્યુઆરીથી તા.24 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. તેમજ આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, સુરત, ભરૂચz વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ ,જામનગર ,દ્વારકા સહિતના સ્ટેશનો પર રોકાશે.
બાંદ્રા ટર્મિનસ ભીવાની સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી સવારે 11:00 કલાકે ઉપડશે. અને બીજા દિવસે બપોરે 1:00 વાગ્યે ભીવાની પહોંચશે. આ ટ્રેન તા. 28 જાન્યુઆરીથી તા. 25 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. તેવી જ ભીવાની- બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરુવારે ભીવાનીથી બપોરે 2: 35 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સાંજે 4:10કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન તા. 29 જાન્યુઆરીથી તા. 26 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, વિજયનગર, અજમેર, કિશનગઢ, કોસલી સહિતના સ્ટેશનો પર રોકાશે.
બાંદ્રા ટર્મિનસ - ઉધના દ્વિ - સાપ્તાહિક સ્પેશિયલ દર શુક્રવાર અને શનિવારે બાંદ્રાથી સવારે 9:00 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 3:05કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન તા. 30 જાન્યુઆરીથી તા. 28 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે ઉધના- બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર ગુરૂવાર અને શુક્રવારે ઉધનાથી બપોરે 15 :45 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 9 :35 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન તા. 29 જાન્યુઆરીથી તા.27 ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર ,દાહાણુ રોડ, ઉમરગામ, વાપી, નવસારી સહિતના સ્ટેશનો પર રોકાશે.


