Get The App

બાંદ્રા ટર્મિનસ - બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે

બે દિવસ માટે મુંબઈ સેન્ટ્રલ - સાબરમતી વચ્ચે વંદે ભારત વન વે સ્પેશિયલ ટ્રેન દોડાવવા નિર્ણય

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
બાંદ્રા ટર્મિનસ - બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે 1 - image


વેસ્ટર્ન રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ - સાબરમતી વચ્ચે વંદે ભારત વન વે સ્પેશિયલ તથા બાંદ્રા ટર્મિનસ - બઢની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો હતો.

મુંબઈ સેન્ટ્રલ - સાબરમતી વંદે ભારત વન વે સ્પેશિયલ 5 અને 6 ઓક્ટોબરના રોજ સવારે 10:30 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે. અને તે જ દિવસે સાંજે 5: 20 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બોરીવલી ,વાપી ,સુરત, અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ઉપરાંત વેસ્ટર્ન રેલ્વેએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી બાંદ્રા ટર્મિનસ - બઢની વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેન દર શનિવારે બાંદ્રાથી સવારે 9:30 કલાકે ઉપડશે. અને બીજા દિવસે રાત્રે 10:15 કલાકે બઢની પહોંચશે. આ ટ્રેન તા.11 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે બઢની-બાંદ્રા ટર્મિનસ દર ગુરુવારે બઢનીથી રાત્રે 9:30 કલાકે ઉપડશે. અને શનિવારે સવારે 6:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન તા. 9 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી કાર્યરત રહેશે. આ ટ્રેનો બંને દિશામાં બોરીવલી, વાપી, વલસાડ, સુરત ,વડોદરા, કાનપુર ,બલરામપુર સહિતના સ્ટેશનો પર રોકાશે.

Tags :