વેબ સાઇટ ડેવલોપરની આગોતરા જામીન અરજી રદ
આસિ.મ્યુ.કમિશનરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
વડોદરા : બોગસ દસ્તાવેજના આધારે આધારકાર્ડ સહિતના બોગસ દસ્તાવેજ બનાવવના ચકચારી બનાવમાં સંડોવાયેલા વેબ સાઇટ ડેવલોપરે પોલીસ ધરપકડ ટાળવા માટે આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, મ્યુ.વોર્ડ-૪ની કચેરીમાં તેજલ મારવાડીએ
આધારાકાર્ડ બનાવવા માટે જન્મનું જે પ્રમાણ પત્ર રજૂ કર્યું હતું તે બનાવટી હોવાનું
ખુલતા આ બનાવ અંગે વારસીયા પોલીસ સ્ટેશનમાં આસિ.મ્યુ.કમિ.એ ફરિયાદ નોંધવતા પોલીસે
અગાઉ સર્વેશ તિવારીની ધરપકડ કરી હતી. તેની તપાસમાં ખુલવા પામ્યું હતું કે, વેબ સાઇટ ડેવલોપર અભિમન્યુ તિવારી આરોપી સર્વેશને જન્મ તારીખના પ્રમાણ
પત્રની લિંક વોટ્સએપ દ્વારા મોકલતો હતો.
પોલીસે આ શખ્સની તપાસ કરતા તે ફરાર થઇ ગયો હતો. તપાસમાં
અભિમન્યુ તવારી વેબ સાઇટ ડેવલોપર હોવાનું અને તે બોગસ સર્ટિ. બનાવતો હોવાનું
ખુલ્યું હતું. આરોપી અભિમન્યુ રમેશભાઇ તિવારીએ પોલીસ ધરપકડ ટાળવા માટે જામીન અરજી
મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.