વડોદરા શહેરના ગોત્રી ગાર્ડન પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણથી પાણીની રેલમછેલ
image : Filephoto
Vadodara : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ ગાર્ડન પાસે આજે સવારના સમયે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાણી વિતરણ શરૂ થયું ત્યાં લાઈનમાં પડેલા ભંગારના કારણે પીવાનું પાણી રસ્તા પર બેડફાવવા લાગ્યું હતું. જેને કારણે હજારો લિટર પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું. એક તરફ ગરમીમાં શહૈરીજનોને પૂરતા પ્રેશરથી પૂરતું પાણી મળી રહ્યું નથી ત્યારે છાશવારે પાણી લાઇન લિકેજના કારણે પાણી વેડફાઈ જવાના બનાવ બની રહ્યા છે. ત્યારે આજે અસરગ્રસ્તના લાઈનમાંથી પાણી વિતરણ કરવામાં આવતા અહીંના રહીશોને ઓછા પ્રેશરથી પાણી મળી શક્યું હતું.