Get The App

પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
પાટડીના કોચાડા ગામના બિસ્માર રોડ પર પાણી ભરાતા હાલાકી 1 - image

- પગપાળા ચોટીલા જતા લોકોને મુશ્કેલી

- મહિલા પહેલા આરસીસી રોડ મંજૂર થયો પણ કામગીરી શરૂ નહીં કરાતા પરેશાની

પાટડી : દસાડા તાલુકાના પાટડી પાસે આવેલા અને માંડલ તેમજ પાટડીને જોડતા કોચાડા ગામ પાસેથી માર્ગ પંચાયત વિભાગનો રોડ પસાર થાય છે. જેના પર ગ્રામજનો સહિત વાહન ચાલકોની અવરજવર સૌથી વધુ રહે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રસ્તો તૂટી જઈ બિસ્માર બની જતા લોકો ત્રસ્ત બની ગયા છે.

આ ઉપરાંત હાલ ચોટીલા ચાલીને જતા પગપાળા સંઘ તેમજ પદયાત્રીઓ પણ મોટી સંખ્યામાં આ રસ્તા પર થી પસાર થાય છે પરંતુ બિસ્માર રસ્તો હોવાથી હાલ તેમાં વરસાદી પાણી ભરાઈ જવાથી પદયાત્રીઓ સહિત વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા છે. થોડા મહિના પહેલા આરસીસી રોડ મંજૂર થયો હતો પરંતુ હજુ સુધી તેની કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચોટીલા ચાલીને જતા શ્રદ્ધાળુઓને પણ હાલાકી પડી રહી છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સમયસર કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.