Gujarat

પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદના બાર વોર્ડમાં ૧૯ દિવસમાં કોલેરાના ૧૯ કેસ નોંધાયા

By GS TEAM
23 Jul 20251 min read
પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદના બાર વોર્ડમાં ૧૯ દિવસમાં કોલેરાના ૧૯ કેસ નોંધાયા

  અમદાવાદ,મંગળવાર,22 જુલાઈ,2025

અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે.શહેરના બાર વોર્ડમાં ૧૯દિવસમાં કોલેરાના ૧૯ કેસ નોંધાયા છે. મકતમપુરા અને રામોલમાં સૌથી વધુ ત્રણ-ત્રણ કેસ જયારે અસારવા,રામોલ ઉપરાંત ઈસનપુર અને વટવામાં કોલેરાના બે-બે કેસ નોંધાયા છે.

સરસપુર-રખિયાલ, ખાડીયા, ઠકકરનગર, ગોમતીપુર ઉપરાંત અમરાઈવાડી,સરદારનગર તથા સરખેજ વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો છે.ઝાડા ઉલટીના ૫૬૨ કેસ નોંધાયા છે. ટાઈફોઈડના ૩૫૭ જયારે કમળાના ૨૯૯ કેસ નોંધાયા છે. મેલેરિયાના ૫૩ અને ઝેરી મેલેરિયાના ત્રણ કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના ૪૩ કેસ નોંધાયા છે.પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૬૫ સેમ્પલમાં કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.પાણીના ૫૭ સેમ્પલ પીવાલાયક નહતા.