બીલ ગામના વિવિધ વિસ્તારમાં બે દિવસ પાણી નહીં મળે : 50 હજાર લોકોને અસર થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં બીલ ગામની ટાંકી બિલ ટીપી- 1 ટાંકી ખાતે ડીલેવરી લાઈનના જોડાણની કામગીરી બીલ ગામની ટાંકી ખાતે આવતીકાલે તા. 25ને બુધવારે સવારે પાણી વિતરણ બાદ હાથ ધરવાની છે. પરિણામે બીલ ગામ ટાંકી ખાતેથી પાણી મેળવતા બિલ ગામમાં આવતીકાલે તા. 25 બુધવારે સાંજનું અને તા. 26ને ગુરુવારે સવારનું પાણી વિતરણ કરાશે નહીં. તા 26 ને ગુરુવારે બપોર બાદ પાણી વિતરણ મોડેથી અને ઓછા સમય માટે કરવામાં આવશે. જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી લેવા કાર્યપાલક દ્વારા જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી આપી શકાતું નથી તો પછી સંગ્રહ કેવી રીતે કરવો એ બાબતે બીલ ગામમાં ચર્ચા જાગી છે. આમ બીલ ગામમાં પાણી નહીં મળવાથી 50 હજાર જેટલા રહીશોમાં પાણીનો કકળાટ સર્જાશે.
ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના બિલ ગામની ટાંકી ખાતે નવી ટાંકી બની રહેલી બિલ ટીપીએ ટાંકી ખાતેથી આવી રહેલ ડીલેવરી લાઈન ના જોડાણની કામગીરી બીલ ગામની ટાંકી ખાતે આવતીકાલે તા.25, ને બુધવારે સવારના પાણી વિતરણના સમય બાદ હાથ ધરવામાં આવશે. પરિણામે બિલ ગામ ટાંકી ખાતેથી પાણી મેળવતા બીલ ગામના મંદિર ફળિયુ, જલારામ ફળિયુ, બ્રાહ્મણ ફળિયુ, હરિઓમ સોસાયટી, હરીજન વાસના વિસ્તારમાં તા. ૨૫ ને બુધવારે સાંજનું તેમજ તા. 26ને ગુરુવારે સવારનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં તેમજ તા. 26ને ગુરુવારે બપોર બાદ પાણી મોડેથી અને ઓછા સમય માટે આપવામાં આવશે. આ વિસ્તારના નાગરિકોએ જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવા કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.
જ્યારે બીજી બાજુ લોકવાયકા મુજબ એવી પણ ચર્ચા જાગી છે કે પાલિકા તંત્ર શહેરના તમામ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આપી શકતું નથી. તો પછી બિલ ગામની ટાંકી બાબતે કરાયેલી જાહેરાતમાં ગામના વિવિધ વિસ્તારના લોકો જરૂરિયાત મુજબ પાણી સંગ્રહ કેવી રીતે કરી શકે એ બાબતે પણ ગ્રામજનોમાં ચર્ચા જાગી છે.








