Gujarat
ધોળકાના મેનાબેન ટાવર વિસ્તારમાં પાલિકાના બોર નજીક લીકેજથી પાણીનો વેડફાટ
By GS TEAM
7 Jul 20251 min read

ધોળકા
- ધોળકાના હાર્દસમા ગણાતા મેનાબેન ટાવર
ચાર રસ્તા નજીક પાલિકા સંચાલિત પીવાના પાણીનો ટયુબવેલ બોર આવેલો છે. આ બોરની નજીક
જ પીવાના પાણીની લાઈનમાં લીકેજ થવાના કારણે મોટા પ્રમાણમાં પીવાના પાણીનો વેડફાટ
થઇ રહ્યો છે. એક તરફ વરસાદ અને બીજી તરફ લીકેજવાળી પાણી રોડ ઉપર ફરી વળતા રાહદારીઓ, વાહન ચાલકોને મુશ્કેલી
વેઠવાનો વારો આવ્યો છે. ધોળકા નગરપાલિકાના પાણી ખાતા દ્વારા તાત્કાલીક આ પ્રશ્ન હલ
કરવામાં આવે એવી સ્થાનિક લોકો ઇચ્છી રહ્યાં છે.








