Get The App

સુરતમાં DGVCL ની કામગીરીને કારણે 4 જુને લિંબાયત-ગોડાદરામાં પાણી સપ્લાય ખોરવાશે

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
સુરતમાં DGVCL ની કામગીરીને કારણે 4 જુને લિંબાયત-ગોડાદરામાં પાણી સપ્લાય ખોરવાશે 1 - image

Surat : સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા શહેરમાં પાણી પુરવઠાની સુવિધાઓ વધુ કાર્યક્ષમ બનાવવા માટે સમયાંતરે મેઇન્ટેનન્સ અને ટેકનિકલ અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. જેના કારણે 04 જૂન, ગુરુવારના રોજ લિંબાયત ઝોનના ગોડાદરા જળ વિતરણ મથક ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 22 કે.વી.વીજ સપ્લાય સાઈડ પર આર.એમ.યુ. (રીંગ મેઇન્સ યુનિટ) ઇન્સ્ટોલેશન અને તેને કાર્યરત કરવાની તાકીદની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે.

 ગોડાદરા જળ વિતરણ મથકે 22 કે.વી. વીજ સપ્લાય પર આર.એમ.યુ. ઇન્સ્ટોલેશનની કામગીરી સવારે 9:30 થી સાંજે 4:30 સુધી વીજ પુરવઠો પ્રભાવિત રહેતા પાણી સપ્લાય પર અસર રહેશે. જેના કારણે લિંબાયત વિસ્તારમાં ઓવરહેડ ટાંકી સાથે જોડાયેલા રહેણાંક વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ રહેવાની અથવા ઓછા પ્રેશરથી મળવાની શક્યતા રહેલી છે. 

પાલિકાના જણાવ્યા પ્રમાણે આસપાસ નગર, ખોડીયાર નગર, મહારાણા પ્રતાપ સોસાયટી, પ્રિયંકા-3 અને 4, નિલકંઠ નગર, દેવી દર્શન, ઋષિ નગર, પ્રિયંકા મેગા સિટી, ધીરજ નગર ભાગ-1 અને 2, શિવપાર્ક, પટેલનગર, શિવસાગર, સુડા આવાસ, ગોડાદરા ગામ તળ, માનસરોવર સોસાયટી, વૃંદાવન, ઇન્દ્રલોક, સ્વામીનારાયણ નગર, ક્રિષ્ના પાર્ક, શામળા ધામ, રઘુવીર રો-હાઉસ અને લક્ષ્મીનારાયણ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણને સીધી અસર થશે. ઉપરાંત ગુરૂ નગર સોસાયટી, વીર દર્શન, હરે ક્રિષ્ના, વૃંદાવન, નંદનવન, પ્રિયંકા સીટી પ્લસ, જે.બી.નગર, લક્ષ્મી પાર્ક તેમજ સ્કાય વ્યૂ હાઇટ્સ, સ્કાયલોન હાઇટ્સ અને સેફાયર-8 જેવા બહુમાળી રહેણાંક પ્રોજેક્ટોમાં પણ પાણી પુરવઠો પ્રભાવિત રહેશે.