Get The App

શ્રેયસ કોલોની અને પ્રેસપુરામાં બે મહિનાથી પાણી પુરવઠો બંધ

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
શ્રેયસ કોલોની અને પ્રેસપુરામાં બે મહિનાથી પાણી પુરવઠો બંધ 1 - image

- કરમસદ-આણંદ મનપા વિસ્તારના 

- મનપા કમિશનરને આવેદન આપી સમસ્યા ઉકેલવા માંગ કરાઈ, આંદોલનની ચિમકી 

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના શ્રેયસ કોલોની અને પ્રેસપુરા વિસ્તારમાં બે મહિનાથી પાણી પુરવઠો બંધ હોવાની બૂમરાણ ઉઠી છે. જેથી વિસ્તારના લોકોએ મનપાના કમિશનરને આવેદન આપી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે. તેમજ ઉકેલ નહીં આવે તો, આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. 

સ્થાનિકોએ મનપા કમિશનરને આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ, કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ગામડી વિસ્તારમાં આવેલા શ્રેયસ કોલોની અને પ્રેસપુરા વિસ્તારમાં છેલ્લા બે મહિલાથી સતત પાણી પુરવઠો આવતો નથી. આ અંગે અગાઉ પણ વારંવાર જાણ કરવામાં આવી હતી. ત્યારે માત્ર બે દિવસ પાણી આપવામાં આવ્યું હતું. ત્યારે બાદ ફરીથી પાણી પુરવઠો બંધ કરી દેવમાં આવ્યો હતો. 

આ વિસ્તારમાં ઘણાં પરિવારો વસવાટ કરે છે. પાણી જેવી મૂળભૂત સુવિધા ન મળવાના કારણે રહેવાસીઓને પીવાનું પાણી, રસોઈ, સ્વચ્છતા અને દૈનિક જીવનનામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓ, બાળકો અને વડીલોને તકલીફ પડી રહી છે. જેથી સ્થાનિકોમાં વિસ્તારને તાત્કાલિક, નિયમિત અને પૂરતા દબાણ સાથે પાણી પુરવઠો આપવામાં આવે અને કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી છે. તેમજ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.