વડોદરા શિક્ષણ સમિતિના એસેસમેન્ટ વિભાગમાં પાણીના ધાંધિયા : વેચાતું પાણી મંગાવાય છે
Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તેઓ અમદાવાદ પહોંચી ગયા છે અને શહેરીજનોને વિવિધ વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં ઉણુ ઉતર્યું છે. ત્યારે પાલિકાની કચેરીમાં પણ પાણીના જગ અને પાણીના ટેન્કર મંગાવવા પડે છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં પણ છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીના ધાંધિયા થઈ રહ્યા હોવાથી બહારથી જગ મંગાવાવાની ફરજ પડે છે.
ઉલ્લેખનીય છે કે શહેરનો વિસ્તાર વ્યાપ વધતાં પાલિકા તંત્ર શહેરીજનોને નિયમિત પાણી આપવામાં ઉણું ઊતર્યું છે. લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નહીં હોવાના આક્ષેપો થાય છે. જ્યારે બીજી બાજુ પાલિકા કચેરીમાં પણ પીવાના પાણીના કુલર હોવા છતાં પીવાના પાણીનો અભાવ સતત રહ્યા કરે છે. પરિણામે પાલિકા તંત્રને પીવાના પાણીના જગ બહારથી મંગાવવાની ફરજ પડે છે. આ ઉપરાંત પાણીના ટેન્કર પણ બહારથી મંગાવવા પડે છે.
દરમિયાન પાલિકા કચેરીથી માત્ર 300 મીટર દૂર આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીના એસેસમેન્ટ વિભાગમાં પણ પીવાના પાણીના છેલ્લા કેટલાય વખતથી ધાંધિયા ચાલી રહ્યા છે. પરિણામે પાણીના જગ બહારથી મંગાવવા પડે છે. અન્ય વિભાગોમાં પાણીના કુલર છે જ્યારે એસેસમેન્ટ વિભાગમાં પાણીના કુલર નથી. જો પાણીના કુલર મૂકવામાં આવે તો પ્રતિમાસ હજાર રૂપિયાની બચત થઈ શકે છે.