ધ્રોલ નજીક વાંકિયા ગામના આઠ ખેડૂતોની પાણીની મોટરની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
Jamnagar Theft Case : જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના વાંકીયા ગામ પાસે ઊંડ નદીના કાંઠેથી એકીસાથે આઠ ખેડૂતોની પાણીની ઇલેક્ટ્રીક મોટરની ચોરી થઇ ગયાની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવાઈ હતી, જે ફરિયાદના અનુસંધાને ધ્રોળ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી, અને સીસીટીવી કેમેરાઓ તથા અન્ય ટેકનીકલ સોર્સની મદદથી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને તમામ મોટરોની ચોરી કરનાર તસ્કર ટોળકીની અટકાયત કરી લીધી છે.
ધ્રોળમાં ખારવા રોડ પર રહેતા વિશાલ કેસુભાઈ રાઠોડ, કમલેશ ઉર્ફે રામ મગનભાઈ રાઠોડ, પ્રભુદાસ ઉર્ફે બાબુ નટુભાઈ રાઠોડ, અને અનિલ ઉર્ફે રાહુલ કેશુભાઈ રાઠોડની અટકાયત કરી લીધી છે. પોલીસે તેઓ પાસેથી આઠ નંગ ચોરાઉ પાણીની મોટર તથા એક ટ્રોલી સાથેનું ટ્રેકટર વગેરે મળી કુલ રૂપિયા 4 લાખ 28 હજારની માલમતા કબજે કરી કરી લેવામાં આવી છે.