Gujarat

સાણંદ જીઆઈડીસીમાં ડ્રેનેજની સમસ્યા ઉકેલવાની માગણી કરવામાં આવી

By GS TEAM
18 Dec 20251 min read
સાણંદ જીઆઈડીસીમાં ડ્રેનેજની સમસ્યા ઉકેલવાની માગણી કરવામાં આવી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

સાણંદની ઔદ્યોગિક વસાહમાં ગંદા પાણીના યોગ્ય અને વૈજ્ઞાાનિક ઢબે  નિકાલ કરવા માટે અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ ડેવલપ કરી આપવાની માગણી વસાહતના ફેક્ટરી માલિકોએ કરી છે. આ સાથે જ તેમણે જીઆઈસીડીના એકમોમાં કામ કરતાં મજૂરો માટે પરવડે તેવા ખર્ચ સાથેની આવાસ યોજના તૈયાર કરવાની માગણી કરવામાં આવી છે.

જીઆઈડીસીમાં દૂર દૂરથી આવતા શ્રમિકો માટે વાહન વ્યવહારની અત્યાર કરતાં વધુ સરળ વ્યવસ્તા ઊભી કરવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વધુ સંગીન બનાવવાની માગણી પણ કરવામાં આવી છે. 

સાણંદની મુલાકાતે આવેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ આજે આ માગણી મૂકવામાં આવી છે. ગુજરાત સરકાર પ્રાથમિકતાને પગલાંલ ે તેવી માગણી કરવામાં આવી છે. જીઆઈડીસીમાં આવતા મજૂરો માટે ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા ઊભી કરવાની માગણી પણ કરવામાં આવી હતી. કામદારોને જવા અને આવવાાં તકલીફ ન થાય તે માટે પરિવહની વ્યવસ્થા તાકીદના ધોરણે કરવાની માગણી કરવામાં આવી છે.