વડોદરાના ગાજરાવાડી-ડભોઇ રોડ પર પાણીની લાઈનની કામગીરીમાં વેઠ, CNG સ્ટેશનને કારણે વાહન ચાલકો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ ઉતારવામાં આવેલી વેઠ ને કારણે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તેમજ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મારે હાલાકી વેઠવી પડી રહી છે.
ગાજરાવાડી થી ડભોઈ રોડ સુધી કોર્પોરેશન દ્વારા દિવાળી પહેલા પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ કામગીરી કર્યા બાદ યોગ્ય રીતે કાર્પેટીંગ નહીં થતા અડધો રોડ નકામો થઈ ગયો છે.
રસ્તાની એક બાજુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે અને બીજી બાજુ સીએનજી સ્ટેશન આવેલું છે. ગેસ સ્ટેશન પર વાહનોની કતાર જામતી હોય છે. જેને કારણે અહીંથી પસાર થતાં વાહનો ખૂબ જ પરેશાની અનુભવી રહ્યા છે. વરસાદને કારણે સ્થિતિ વધુ વકરી છે અને લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.








