Gujarat

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ

By GS TEAM
3 Mar 20261 min read
TukuTouch Logo
સમગ્ર વડોદરા શહેર પીવાના પૂરતા પાણી માટે વલખા મારી રહ્યું છે. ટેન્કરો દ્વારા પાણી મંગાવવામાં આવે છે. જ્યારે બીજી બાજુ શહેરમાં જુદી-જુદી જગ્યાએ છાશવારે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ

Vadodara Water Shortage : સમગ્ર વડોદરા શહેર પીવાના પૂરતા પાણી માટે વલખા મારી રહ્યું છે. ટેન્કરો દ્વારા પાણી મંગાવવામાં આવે છે. જ્યારે બીજી બાજુ શહેરમાં જુદી-જુદી જગ્યાએ છાશવારે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.

ત્યારે એરપોર્ટ તરફથી આવતા ન્યુ વીઆઇપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાનું પાણી રોડ પર ફરી વળ્યું હતું. પરિણામે વાહન ચાલકોમાં સતત અકસ્માતનો ભય રહ્યો હતો. પાલિકા તંત્રમાં વારંવાર રજૂઆત માટે ફોન કરવા છતાં પણ કોઈ ફોન ઉઠાવવાની લેતું ન હતું. પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની ભાગ બટાઈમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિક રહીશોએ કર્યા હતા.