Get The App

VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, MPના ડેમ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં થશે પાણીની આવક, કેચમેન્ટ વિસ્તારમાં એલર્ટ

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, MPના ડેમ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં થશે પાણીની આવક, કેચમેન્ટ વિસ્તારમાં એલર્ટ 1 - image


Dam Overflow In Madhya Pradesh: ધોધમાર વરસાદને કારણે મધ્ય પ્રદેશના બે મુખ્ય ડેમ, ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો થયા છે. પાણીની સતત આવક થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે, જેના પગલે નર્મદા ડેમમાં નવા નીરની ભરપૂર આવક થવાની શક્યતા છે.

ઇન્દિરા સાગર ડેમના 10 દરવાજા ખોલાવાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્દિરા સાગર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી 1,21,100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલીને 1,22,850 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, MPના ડેમ ઓવરફ્લો થતા નર્મદા ડેમમાં થશે પાણીની આવક, કેચમેન્ટ વિસ્તારમાં એલર્ટ 2 - image

મધ્ય પ્રદેશના આ બંને ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા આગામી 12 કલાકમાં આ પાણી નર્મદા નદીમાં પહોંચશે. જેને ધ્યાનમાં રાખીને નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમના દરવાજા બંધ છે, પરંતુ સપાટી 131 મીટરે પહોંચતા જ તેને ખોલવામાં આવશે. 

આ પણ વાંચો: અમદાવાદ સહિત 9 જિલ્લામાં 'રેડ એલર્ટ', ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

મધ્ય પ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો અને જળસંગ્રહ માટે આ પાણી અત્યંત મહત્ત્વનું સાબિત થશે. આ સ્થિતિ પર વહીવટી તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે આગળના પગલાં લેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Tags :