ગોત્રી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ચકાસણી દરમિયાન લીકેજ થતા પાણી ભરાયા
દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી
વડોદરા,ગોત્રી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ચકાસણી દરમિયાન પાણીની પાઇપ લાઇનમાં લીકેજ થતા એક્સ - રે અને સોનોગ્રાફી વિભાગમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે સારવાર માટે આવેલા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પગે ફ્રેક્ચર થયું હોય તેવા દર્દીઓને ચાલતા જવામાં તકલીફ ઉભી થઇ હતી. હોસ્પિટલના સ્વીપરો દ્વારા પાણી કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.