નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી રાત્રે સપાટી ૧૩૬.૨૦ મીટર થઇ

રાજપીપળા, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમના ૨૩ ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા પરંતુ હવે ઉપરવાસમાં વરસાદ ઘટયો છે અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણીની આવક ઘટતા ડેમની સપાટીમાં પણ ઘટાડો થયો છે. જેથી ૨૩માંથી ૮ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તા. ૫ની રાત્રે ૯ વાગે ડેમના હવે ૧૫ ગેટ ખુલ્લા રાખવામાં આવ્યા જે ૩.૧૦ મીટર સુધી ખુલ્સા રહે. આના કારણે ડેમના નીચેના વિસ્તારમાં ૩.૩૫ લાખ ક્યૂસેક પાણી વહેશે.
રિવરબેડ પાવર હાઉસના ૬ મશીનો અને ડેમના દરવાજા ખુલ્લા રાખવાથી કુલ ૩.૮૦ ક્યુકેસ પાણી છોડવામાં આવી રહ્યું છે. રાત્રે ડેમનું પાણીનું લેવલ ૧૩૬.૨૦ મીટર હતુ. ડેમનું મહત્તમ લેવલ ૧૩૮.૬૮ મીટર છે.
આજે સવારે ડેમના ૨૩ દરવાજા ખુલ્લા હતા ત્યારે ૫.૯૦ લાખ ક્યુસેક પાણીની ઘરખમ આવક થઇ રહી હતી. ડેમ હાલ ૯૧.૫૯ ટકા ભરાઇ ગયો છે.
ડેમનું ૨૦૧૭માં લોકાર્પણ થયા બાદ ૬ઠ્ઠી વખત ૨૩ ગેટ ખોલવામાં આવ્યા હતા. ડેમમાં કુલ ૩૦ ગેટ છે. જેમાં ૭ ૬૦ X ૬૦ ફૂટના અને ૨૩ ૬૦ X ૫૫ ફૂટના છે. ૧૭ જૂન ૨૦૧૭ સુધીમાં તમામ ૩૦ ગેટ ફિટકર્યા હતા. ૨૦૧૯ના ઓગસ્ટમાં પ્રથમવાર દરવાજા ખોલ્યા હતા.
એમ.પી.માં ભારે વરસાદ થતા એ વખતે ૨૬ ગેટ ખોલ્યા હતા, તે પૂર્વે જુલાઇમાં ૨૨ ગેટ ખોલાયા હતા. તબક્કાવાર જોઇએ તો વર્ષ ૨૦૧૯, વર્ષ ૨૦૨૦, વર્ષ ૨૦૨૨, વર્ષ ૨૦૨૩, વર્ષ ૨૦૨૪ અને વર્ષ ૨૦૨૫માં ૬ઠ્ઠીવાર ૨૩ ગેટ ખોલવાની ફરજ પડી હતી. ચાલુ વર્ષે ૩૧ જુલાઇએ ૫ ગેટ ખોલાયા હતા.








