Get The App

કારેલીબાગ તથા લાલબાગ સ્વિમિંગ પુલનું પાણી ફરી ડહોળું થઈ જતા સ્વિમર્સ પરેશાન

ફિલ્ટરેશન પ્લાન્ટ કાર્યરત ન રહેતા પાણીનો કલર લીલો થતો હોવાની ફરિયાદ

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
કારેલીબાગ તથા લાલબાગ સ્વિમિંગ પુલનું પાણી ફરી ડહોળું થઈ જતા સ્વિમર્સ પરેશાન 1 - image


થોડા દિવસ અગાઉ કારેલીબાગ તથા લાલબાગ સ્વિમિંગ પૂલનું પાણી ગ્રીન થઈ જતા સ્વિમર્સએ હોબાળો મચાવી કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી દર્શાવી હતી. તેવામાં ફરી આ બંને સ્વિમિંગ પુલ ખાતે પાણી ડહોળું થઈ જતા સ્વિમર્સ પરેશાન થઈ રહ્યા છે. જેથી ફરી એક વખત મેન્ટેનન્સના નામે સ્વિમિંગ પૂલ બંધ કરાશે તેવું જાણવા મળે છે.

કોર્પોરેશન સંચાલિત લાલબાગ તથા કારેલીબાગ સ્વિમિંગ પૂલનું પાણી અવાર નવાર ગ્રીન થઈ જતા સ્વિમર્સમાં નારાજગી જોવા મળી રહી છે. ફિલ્ટરેશન પ્લાન્ટ કાર્યરત ન રહેતા સ્વિમિંગ પુલનું પાણી દૂષિત થઈ રહ્યું હોવાની ફરિયાદો છે. લાલબાગ સ્વિમિંગ પૂલમાં છેલ્લા 15 દિવસથી કાળું પાણી હોય સ્વિમર્સ પરેશાન છે. જેથી આજે સ્વિમર્સએ હોબાળો મચાવતા હવે મેન્ટેન્સ માટે લાલબાગ સ્વિમિંગ પૂલ ફરી એક વખત બંધ કરવાની નોબત આવે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. તેમજ કારેલીબાગ સ્વિમિંગ પૂલ ખાતે પણ અવારનવાર પાણી લીલાશ પડતું થઈ જતા સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવી રહ્યો નથી. દૂષિત પાણીમાં સ્વિમિંગથી સ્વિમર્સને બીમારીનો ભય સતાવે છે.


Tags :