વડોદરા ગોત્રી ભાયલી રોડ પર આવેલી નર્મદા કેનાલનું પાણી રસ્તા પર ફરી વળ્યું
વડોદરા, તા. 5 નવેમ્બર 2022 શનિવાર
વડોદરા શહેરના ગોત્રી થી ભાઈલી જવાના રસ્તા પર આવેલી નર્મદા કેનાલમાં થી લાખો ગેલન પાણી છલકાતા રસ્તા ઉપર પાણી પરિવર્તન શિયાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ની નિષ્કાળજીને કારણે અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ પડવાને કારણે લાખો ગેલન પાણી વેડફાઈ જતા હોવાના કિસ્સા અવારનવાર બહાર આવતા હોય છે ત્યારે આજે નર્મદા નિગમની મુખ્ય કેનાલમાંથી લાખો ગેલન પાણી બહાર નીકળતા આશ્ચર્ય ફેલાયું હતું.
વડોદરા શહેરના ગોત્રી થી ભાઈલી તરફ જવાના રસ્તા પર આવેલી નર્મદા કેનાલ નું પાણી છલકાઈ ગયું અથવા તો કેનાલમાં ભંગાણ પડવાને કારણે લાખો ગેલન પાણી રસ્તા ઉપર ફરી વળ્યું હતું.
નર્મદા કેનાલના પાણી રસ્તા પર એક ફૂટ જેટલા ભરાઈ ગયા હતા અને આજુબાજુની સોસાયટીઓમાં પણ પાણી ભરી વળ્યા હતા જેથી વાહન ચાલકો અને પગે ચાલનારાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
આ અંગે સ્થાનિક રહીશોએ નર્મદા નિગમના પટાવાળાઓને જાણ કરી હતી પરંતુ વહેલી સવારે ચાર વાગે રસ્તા પર પાણી વહેતું થવાની શરૂઆત થયા પછી પણ સવારે 10:00 વાગ્યા સુધી પાણી રહેતું રહ્યું હતું.