Gujarat

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારત ન્યાયમંદિર બહાર ફુવારો ચલાવવા ટેન્કરથી પાણી ભરવાની નોબત

By GS TEAM
25 Jun 20251 min read
TukuTouch Logo
ઐતિહાસિક ઈમારત બહાર આવેલ વર્ષો જુના ફુવારાની હાલત પણ તંત્રના પાપે બદતર થઈ ગઈ

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારત ન્યાયમંદિર બહાર ફુવારો ચલાવવા ટેન્કરથી પાણી ભરવાની નોબત

Vadodara : વડોદરા શહેરના ઐતિહાસિક સ્થળને જાળવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલ ન્યાયમંદિર એ એક ઐતિહાસિક જગ્યા છે. ત્યાં મ્યુઝિયમ બનાવવાની પ્રક્રિયામાં રાજ્ય સરકાર અને કોર્પોરેશન વચ્ચેના મતભેદમાં નિર્ણય લઇ શકતો નથી. ત્યારે આ ઐતિહાસિક ઈમારત બહાર આવેલ વર્ષો જુના ફુવારાની હાલત પણ તંત્રના પાપે બદતર થઈ ગઈ છે. અહીં પાણીની લાઈન તૂટી ગઈ હોવાથી નિયમિત રીતે ટેન્કર દ્વારા પાણી ઠાલવી ફુવારો ચલાવો પડે છે. 

અત્રે યાદ આપવું જરૂરી છે કે વડોદરા શહેરમાં કોર્પોરેશનની મુખ્ય કચેરી હોય કે લોકોને પાણીની તંગીમાં ટેન્કરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડે છે ત્યારે હવે ફુવારા ચલાવવા માટે પણ ટેન્કરથી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.