Get The App

વડોદરાના નવા બાપોદ ઓજી વિસ્તાર માટે 84.38 લાખના ખર્ચે પાણીની સુવિધા ઊભી કરાશે

- હાલ આ વિસ્તારમાં પાણીની તકલીફ હોવાથી મુશ્કેલીઓ પડે છે

Updated: Nov 24th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરાના નવા બાપોદ ઓજી વિસ્તાર માટે 84.38 લાખના ખર્ચે પાણીની સુવિધા ઊભી કરાશે 1 - image


વડોદરા, તા. 24 નવેમ્બર 2021 બુધવાર 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જોડાયેલા આઉટ ગ્રોથ એટલે કે ઓજી વિસ્તારો પૈકી વોર્ડ નંબર નવમાં સમાવિષ્ટ નવા બાપોદ વિસ્તાર માટે રૂપિયા 84.38 લાખના ખર્ચે પાણીની નવી લાઇન નાખીને પાણીની સુવિધા વધારવામાં આવશે. બાપોદ નવા ઓજી વિસ્તારમાં નેશનલ હાઇવે 8 ને સમાંતર નોલેજ સિટી ઉપરાંત અન્ય અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે.

અહીં પાણી પુરવઠા ખાતાના અધિકારીઓએ સ્થળ પર પાણી પ્રશ્ને તપાસ કરી હતી. જ્યાં સંયુક્ત ચર્ચાના આધારે આ નવા ઓજી વિસ્તાર માટે તાત્કાલિક પાણી આપવા સયાજીપુરા ટાંકીથી 24 ઇંચ ડાયામીટરની પાણીની મુખ્ય લાઇન દ્વારા પાણી આપવા નિર્ણય કર્યો હતો. 

બાપોદ જાંબુડિયા પુરા ના ડિઝાઇન સલાહકાર સાથે પણ આ મુદ્દે ચર્ચા કરાઇ હતી. પાણીની ડિઝાઇનના કરેલા નેટવર્ક મુજબ નેશનલ હાઈવેની સમાંતર પાણીની લાઈન નાખી તેનું જોડાણ સયાજીપુરા પાણીની ટાંકી ખાતે કરી હાલના પૂરતું પાણી આપવાનું નક્કી કરાયું છે. ભવિષ્યમાં બાપોદજાંબુડિયા પુરા નેટવર્ક ની કામગીરી ડિઝાઇન મુજબ પુરી થયા બાદ આ વિસ્તારની નવી સૂચિત ટાંકીમાંથી પાણી આપી શકાશે. 

આ માટે રૂપિયા 72.74 લાખનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો તે પછી 67. 98 લાખના ખર્ચ માટે ઈ ટેન્ડર પદ્ધતિથી ટેન્ડર મંગાવ્યા હતા. શરૂઆતના બે વખત પ્રયાસ કરતા એક જ ટેન્ડર આવ્યું હતું. જે રી ઇન્વાઇટ કર્યું હતું. ત્રીજો પ્રયાસ કરતાં ત્રણ ટેન્ડર આવ્યા હતા. ભાવ ઘટાડો કરવાનું કહી અસંમતિ દર્શાવતા ફરી ટેન્ડર મંગાવ્યું હતું. 

આમ ચાર પ્રયાસ કરતા એક જ ભાવપત્રક આવ્યું હતું. જે અંદાજ કરતાં વધુ હોવાથી ભાવ ઘટાડાના અંતે 24.12 ટકા વધુ એટલે કે 84.38 લાખ નું છે. જે મંજુર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

Tags :