Gujarat

બોરસદમાં 3 ઇંચ વરસાદમાં 60 થી વધુ મકાનમાં પાણી ઘૂસ્યા

By GS TEAM
18 Jun 20251 min read
બોરસદમાં 3 ઇંચ વરસાદમાં 60 થી વધુ મકાનમાં પાણી ઘૂસ્યા

- જેસીબીની મદદથી સફાઇ કરાઇ 

- વોરા સોસાયટી અને કુરઇ તળાવ વિસ્તારમાં કાંસની સફાઇ નહીં થતાં લોકોને હાલાકી 

આણંદ : બોરસદમાં ત્રણ ઇંચ વરસાદમાં પાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખૂલી ગઇ છે. વોરા સોસાયટી અને કુરઇ તળાવ વિસ્તારની ૬૦થી વધુ સોસાયટીના મકાનમાં પાણી ઘૂસ્યા છે. 

બોરસદમાં ત્રણ ઇંચ વરસાદમાં પાલિકાની બેદરકારી સામે આવી છે. વાસદ ચોકડીએ આવેલી કુરાઇ તળાવ અને વોરા સોસાયટીના વરસાદી પાણીને પોલીસ સ્ટેશન પાસે આવેલા તળાવમાં પાણી જવાનો રસ્તોનો કાંસ સાફ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે વોરા સોસાયટી અને કુરાઇ તળાવ વિસ્તારના મકાનો અને છાપરામાં પાણી ઘૂસી ગયા હતા. પાલિકાની ટીમ ચાલુ વરસાદે દોડી હતી અને જેસીબીની મદદથી કાંસ સફાઇ કરી હતી.આ વિસ્તારના રહિશોએ જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ વર્ષથી મુખ્ય કાંસ સાફ કરવામાં આવ્યો નથી. કાંસમાં જંગલી વનસ્પતિ અને કચરાના ઢગલા પડયા છે. જેના કારણે પાણી આગળ વહી શક્તુ નથી અને અંદાજે ૬૦થી વધુ મકાનોમાં પાણી ભરાયા હતા. તેમજ તોરણાવમાતા મંદિર પાસે તળાવનું બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. ગરનાળાનું કામ હજુ બાહી હોવાથી તોરણાનવ માતા પ્રાથમિક શાળામાં પાણી ઘૂસ્યું હતું.