૪૫ હજારની વસતીને પાણી પુરુ પાડી શકાશે, નારણપુરામાં ૧૪ કરોડના ખર્ચે નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાશે
એ.ઈ.સી.ચાર રસ્તાથી ભૂયંગદેવ સુધીના વિસ્તારના વિસ્તારને લાભ મળશે
અમદાવાદ,શનિવાર,17 મે,2025
અમદાવાદના નારણપુરા વોર્ડમાં રુપિયા ૧૪ કરોડના ખર્ચે ૬૬.૩૦
લાખ લિટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી સાથેનું
નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાશે.એ.ઈ.સી. ચાર રસ્તાથી ભૂયંગદેવ સુધીના
વિસ્તારની ૪૫ હજારની વસતીને પાણી પુરુ પાડી શકાશે,
નારણપુરા વોર્ડમાં વિવેકાનંદ સર્કલથી એ.ઈ.સી.બ્રિજ થઈ
એ.ઈ.સી.ચાર રસ્તાથી ભૂયંગદેવ ચાર રસ્તા સુધીનો વિસ્તાર ગ્રીન બેલ્ટ વિસ્તારમાં
આવેલો હતો.જેમાં ટી.પી.સ્કીમ મુકી વિકાસ પરવાનગી આપવામાં આવી છે.આ વિસ્તારમાં
હાઉસીંગ બોર્ડની જુની સોસાયટીઓની જગ્યાએ રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે.નવી
બનતી સ્કીમોમાં ખાનગી બોરવેલથી પાણી મેળવવામાં આવે છે.નારણપુરા ટી.પી.સ્કીમ
નંબર-૨૯ના ફાઈનલ પ્લોટ નંબર-૬૧૦-૧-૧માં ભૂગર્ભ પાણીની ટાંકી સાથે નવુ વોટર
ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવા માટે
કોન્ટ્રાકટર નયન સી શાહ જોઈન્ટ વેન્ચર પટેલ બ્રધર્સને કામગીરી સોંપાઈ છે.