જુઓ LIVE: Biparjoy વાવાઝોડું ક્યાં પહોંચ્યું, ક્યારે ટકરાશે, ક્યાં-કેવી અસર?
અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. વાવાઝોડુ આમતો સાંજે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં કચ્છના દરિયા કાંઠે ટકરાવાનું હતું. પરંતું હવે તેની ગતિમાં ફેરફાર થતાં રાત્રે 9 થી10 વાગ્યા સુધી ટકરાઈ શકે છે.વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદમાં વધારો થશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
વાવાઝોડું ક્યાં કોસ્ટથી કેટલું નજીક? (12.30 વાગ્યા સુધીની અપડેટ)
જખૌ પોર્ટથી 170 કિમી દૂર
કચ્છના નલિયાથી 190 કિમી દૂર
દ્વારકાથી 210 કિમી દૂર
પોરબંદરથી 290 કિમી દૂર
વાવાઝોડાંનાં લેન્ડફોલમાં વિલંબ થવાની શક્યતા
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન એવા અહેવાલ મળ્યા છે કે બિપરજોય વાવાઝોડાના લેન્ડફોલમાં વિલંબ થઈ શકે છે. તે સાંજે કે પછી મોડી રાતે લેન્ડફોલ કરશે તેવી શક્યતા છે. વાવાઝોડું રાત્રે 8-30 થી 9 વાગ્યા વચ્ચે ટકરાઈ શકે છે. પવનની ઝડપ 115થી 125 પ્રતિકલાક રહી શકે છે. વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરાશે.
અત્યાર સુધીમાં 94000 લોકોનું સ્થળાંતર
માહિતી અનુસાર અત્યાર સુધીમાં કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી કુલ 94000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે. સૌથી વધુ કચ્છમાંથી 46823 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
અમદાવાદ પોલીસની મોટી જાહેરાત
અમદાવાદ પોલીસની જાહેરાત અનુસાર જો શહેરમાં વધુ વરસાદ પડશે તો વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખી તમામ અંડરબ્રિજ બંધ કરી દેવાશે.સ્થાનિકોને અંડરબ્રિજનો ઉપયોગ ન કરવા પોલીસે સૂચના આપી છે. ગુજરાત CMO દ્વારા લોકોને આ પ્રકારની તકેદારીઓ રાખીને સલામત રહેવા સલાહ આપી છે.ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લોકો માટે કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે જેની મદદથી તેઓ આવા તોફાનના સમયે પણ સુરક્ષિત રહી શકશે.