Get The App

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓનું ગાંધીનગર ખાતે ઉષ્માસભર સ્વાગત

Updated: Feb 28th, 2022

GS TEAM

Google News
Google News
યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓનું ગાંધીનગર ખાતે ઉષ્માસભર સ્વાગત 1 - image

- સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને માતા-પિતા વાલીઓ અશ્રુભીની આંખે ભેટી પડતાં લાગણીસભર દૃશ્યો સર્જાયા

અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર

ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિદેશનીતિ અને કૂટનીતિને પરિણામે ભારતીય વિદ્યાર્થીઓની વતન વાપસી માટે  રશિયા, યુક્રેન સહિતના દેશો સાથે વાતચીત શક્ય બની છે જેના પરિણામે આપણે આપણા વિદ્યાર્થીઓને પરત લાવી શકયા છીએ. ગુજરાતી વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને વતન પરત લાવવામાં ભારત સરકાર કોઇ જ કસર છોડશે નહીં બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાની સંપર્ણ વ્યવસ્થાઓ કેન્દ્ર અને રાજય સરકાર કરશે એટલે સૌ વિદ્યાર્થીઓ એમ્બેસીની સૂચનાઓનુ પાલન કરે અને જયા છે ત્યા જ રહે. વેસ્ટર્ન પાર્ટમાંથી વિદ્યાર્થીઓ નકળી શકે છે. ત્યારે બંન્ને દેશોમા ભારતનો ધ્વજ બતાવી પ્રવેશ આપવામા આવી રહ્યો છે એ ભારતની તાકાત અને વૈશ્વિક ઓળખને પરિણામે શકય બન્યુ છે. 

આજે વહેલી સવારે યુક્રેનથી ગુજરાત પરત આવેલા વિદ્યાર્થીઓને આવકારવા માટે સરકીટ હાઉસ, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આવી પહોચ્યા હતા અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વાતચીત કરીને સૌને સાંત્વના પાઠવી હતી. આ વેળાએ સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને માતા-પિતા, વાલીઓ અશ્રુભીની આંખે ભેટી પડતાં લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. 

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓનું ગાંધીનગર ખાતે ઉષ્માસભર સ્વાગત 2 - image

વિદ્યાર્થીઓને તેમના માદરે વતન જવા રવાના કરતા પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ કહ્યું કે, ભારત પરત આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતમાં તેમના વતન સુધી વિનાવિઘ્ને પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કરી છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને દિલ્હી કે અમદાવાદ મુંબઈ એરપોર્ટ લેવા જવાની ચિંતામાંથી માતા-પિતા, વાલીઓને મુક્ત કરી દીધા છે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

પ્રવકતા મંત્રીએ વધુમાં કહ્યું કે, યુક્રેનની આસપાસના દેશોમાંથી ભારતીય વિદ્યાર્થીઓને એક્ટિવેટ કરવાની કામગીરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. મંત્રીએ માતા-પિતા વાલીઓને હૈયાધારણ આપતા કહ્યું કે, હજી પણ જે વિદ્યાર્થીઓ યુક્રેનનાના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે તેમને વતન હેમખેમ પરત લાવવાના સક્ષમ પ્રયત્નો સરકાર કરી રહી છે. 

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓનું ગાંધીનગર ખાતે ઉષ્માસભર સ્વાગત 3 - image

મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, આજે દિલ્હીથી 27 વિદ્યાર્થીઓ પરત ફર્યા છે એમાં ગાધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, વલસાડ, સુરત, ગીર સોમનાથ, અમરેલી, સોમનાથ, સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ તમામ વિદ્યાર્થીઓ ના વાલીઓ સાથે મંત્રીએ વાતચીત કરીને સાંત્વનાઓ પાઠવી હતી. પરત આવેલા કુલ 27 વિદ્યાર્થીઓમાં ગાંધીનગરના 02, અમદાવાદના 04, વડોદરાના 06, ભરૂચના 06, વલસાડના 02, સુરેન્દ્રનગરના 03 તથા સુરત, ગીર સોમનાથ, સોમનાથ અને અમરેલીના 01-01 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓનું ગાંધીનગર ખાતે ઉષ્માસભર સ્વાગત 4 - image

તેમણે MEA દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે જેનો ટોલ ફ્રી નંબર 1800 118 797 ઉપરાંત +91 11 230 12 113, +91 11 230 14104, +91 11 230 17905, +91 11 230 88 124(FAX)નો સંપર્ક કરવા સૌને અનુરોધ કર્યો છે. આ ઉપરાંત યુક્રેન, પોલેન્ડ, હંગેરી, રોમાનિયા, સોવલક રી પબ્લિક ખાતે પણ કંટ્રોલ રૂમ કરીને હેલ્પલાઈન નંબર કાર્યરત કરાયા છે. 

કપરી પરિસ્થિતિમાંથી છુટકારો મેળવી સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા, વાલીઓ અશ્રુભીની આંખે ભેટી પડતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. 

સરકીટ હાઊસ ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજયમંત્રી કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે.હૈદર સહિત વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હેમખેમ પરત ફરેલા ગુજરાતના વિદ્યાર્થીઓનું ગાંધીનગર ખાતે ઉષ્માસભર સ્વાગત 5 - image