વડોદરા રેલવે તંત્ર, પાર્સલ કચેરી પાસે લોજિસ્ટિક સપોર્ટ અને પાર્સલ વ્યવસ્થાપન માટે વેરહાઉસની સુવિધા ઊભી કરશે.
વાણિજ્ય વિભાગે બિન-ભાડા આવક (નોન ફેર રેવન્યૂ)ના વધારાને પ્રોત્સાહન આપતાં ભારતીય રેલવેમાં પ્રથમ વખત ઈ-ઓક્શન ઇનોવેશન દ્વારા વેરહાઉસ સુવિધા માટે 'આ પ્રકારનો પ્રથમ' કોન્ટ્રાક્ટ અપાયો છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નં-૬ પાર્સલ કચેરી પાસેની ખાલી જગ્યાને આવક સર્જનના સ્રોતમાં બદલાઈ છે. કુલ રૂ.૨૪.૩૩ લાખના આ કોન્ટ્રાક્ટની અવવિધ ત્રણ વર્ષ છે. નવી વેરહાઉસ સુવિધાથી પ્લેટફોર્મ પર પાર્સલ પેકેજિસ મૂકવાની પ્રથામાં ઘટાડો થશે અને મુસાફરોની અવરજવર વધુ સરળ બનશ.


