સ્વાઈનફ્લૂના કેસોમાં ઉછાળો આવતા સિવિલ અને સ્મીમેરમાં વોર્ડ શરૃ કરાયા
- નવી સિવિલમાં સ્ટેમસેલ બિલ્ડીંગમાં ૧૦ અને સ્મીમેરમાં ૧૫ બેડ અલગ વોર્ડ શરૃ કરાયો
સુરત, :
સુરત
સિટીમાં કોરોનાની સાથે સ્વાઈન ફુલના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના લીધે નવી
સિવિલ ખાતે અને સ્મીમેર હોસ્પિટલમાં અલગ વોર્ડ શરૃ કરાયો છે.
સુરતમાં કોરોનાની કહેર યથાવત રહેવા પામી છે. આ સાથે સ્વાઇન ફુલ વકરી રહ્યો છે. સુરત સિટીમાં ગુરૃવાર સુધીમાં સ્વાઇન ફુલમાં કુલ ૩૭ દર્દી સંપડાયા છે.જેમાં સ્વાઇન ફુલમાં ત્રણ મોત થયા છે પણ પાલિકાના ચોપડે બે વ્યકિતના મોત થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે સ્વાઇન ફુલમાં વિવિધ હોસ્પિટલમાં ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયકે કહ્યુ કે દર્દીઓને તકલીફ નહી પડે તે માટે નવી સિવિલ ખાતે સ્ટેમસેલ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફલોર પર ૧૦ બેડનો સ્વાઇન ફુલનો વોર્ડ શરૃ કરવામાં આવ્યો છે. જોકે ત્યાં વેન્ટીલેટર, ઓકસીજન સહિતની જરૃરી તમામ વ્યેવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં ત્રીજા માળે સ્વાઇન ફુલના દર્દીઓ માટે ૧૫ બેડનો અલગ વોર્ડ તમામ સુવિધા સાથે શરૃ કર્યો હોવાનું સ્મીમેરના અધિકારીએ કહ્યુ હતુ.