Gujarat

વડોદરામાં જ્યાં ત્યાં કચરો ફેંકતા લોકો સામે સખતાઈથી દંડ વસૂલ કરવા કોર્પો.ના વોર્ડ ઓફિસરોને તાકીદ

By GS TEAM
11 Sep 20251 min read
TukuTouch Logo
જાહેર માર્ગ પરની તમામ કચરાપેટીઓ હટાવી દેવાશે : ડોર ટુ ડોર કચરો લેવાની સુવિધા વધુ સઘન કરાશે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં જ્યાં ત્યાં કચરો ફેંકતા લોકો સામે સખતાઈથી દંડ વસૂલ કરવા કોર્પો.ના વોર્ડ ઓફિસરોને તાકીદ

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ચારેય ઝોનમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, અને શહેરને સ્વચ્છ કરવાની સાથે સાથે જાહેર માર્ગો પરની તમામ કચરાપેટી પણ હટાવી દેવામાં આવશે. જાહેરમાં ગંદકી ફેલાવતા લોકો તેમજ ખાણીપીણીના ધંધાર્થીઓ અને દુકાનદારો સામે જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી કરવા સામે દંડ વસૂલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

વોર્ડ ઓફિસરો સાથે કરેલી બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે કોર્પોરેશનનું તંત્ર સફાઈ કામ સધનપણે તો કરે જ છે, પરંતુ લોકો ડિવાઈડર પર અને જાહેર સ્થળોએ પ્લાસ્ટિક સહિતનો કચરો ફેંકીને ગંદકી ફેલાવે છે. આવા લોકો સામે સખતાઈથી દંડની વસૂલાત કરવી જોઈએ. બીજું કે આ લોકોને કચરો આ રીતે ફેકવો ન પડે તે માટે ડોર ટુ ડોર કચરો લેવાની વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવશે. કોર્પોરેશનના તંત્રને સારી સુવિધા આપવી છે સાથે સાથે જે લોકો નાગરિક શિસ્તમાં નથી રહેતા તેઓને દંડ કરવો પણ જરૂરી છે. જેથી તેઓ ગંદકી કરતા ખચકાય. કોર્પોરેશનના વોર્ડની સેનિટેશન ટીમ દ્વારા નિયમિત રીતે નાઈટ ડ્રાઇવ, સર્વેન્સ ચેકિંગ કરવામાં આવશે અને ગંદકી કરનાર લોકો સામે કડક પગલાં ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં ત્યાં નદીમાં કચરો નહીં નાખવા તેમજ બિલ્ડીંગનો કાટમાળ નહીં ઠાલવવાની  તાકીદ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા એક મહિનામાં આશરે 25 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.