વોન્ટેડ યુસુફ કંડિયો ફરિયાદ કરવા ગયો છતાં પોલીસે ધરપકડ ન કરી
યુસુફ કડિયાની નોંધાયેલી ફરિયાદમાં પોલીસે કરેલી કામગીરીની આકરી ટીકા કરતી કોર્ટ
જામીન અરજીની સુનાવણી વખતે કોર્ટમાં દલીલ
સિવિલ દાવામાં ફરિયાદીને સમાધાન પેટે રૂ.૯.૮૦ કરોડ નહીં આપી બોગસ વિડ્રો પુરસીસ સિવિલ કોર્ટમાં રજૂ કરી ફરિયાદી સાથે છેતરપિંડતથા દેવો પરત ખેંચી લેવા ધમકી અંગેની એફઆઈઆર ક્રાઈમ બ્રાન્ચે દાખલ કરી હતી. આ કેસમાં કોર્ટે જામીન અરજીના ચુકાદામાં પોલીસની ટીકા કરવા સાથે બે આરોપીઓના શરતી આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
તાંદલજાની ટાઈમ સ્કવેર કોમ્પલેક્સવાળી જમીન મુદ્દે યુસુફ ઉર્ફે કડિયા સિદિક શેખ (રહે. મચ્છીપીઠ રાવપુરા)એ ૮ આરોપીઓ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. સિવીલ કોર્ટમાં ચાલતા જમીન અંગેના દાવામાં રજૂ થયેલી પુરસિસને ફરિયાદનો આધાર બનાવ્યો હતો. જેમાં બે આરોપી આનંદ છત્રસિંહ રાવ તેમજ જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ જશભાઈ પટેલે આગોતરા જામીન અરજી મુકી હતી. છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ પી.એન. રાવલની કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા તપાસ કરનાર અધિકારીના સોગંદનામાંને અનુલક્ષી ડીજીપી અનિલ દેસાઈએ દલીલો કરી હતી કે, આ જામીન અરજીનો નિર્ણય કરતી વખતે ફરિયાદીનો ગુનાઈત પૂર્વ ઇતિહાસ ધ્યાને લેવો ન જોઈએ, પરંતુ પુરસિસ તેની ખરેખર ખોટી સહીથી થયેલી હોવાનું જણાય છે.| દાવો ભલે પેન્ડિંગ હોય, પરંતુ ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત અને કરારનું પાલન થયેલ ન હોવાનું જણાય છે. જ્યારે અરજદાર વતી ધારાશાસ્ત્રી પ્રવીણ જે. ઠક્કરે દલીલો કરી હતી કે, સિવિલ પ્રકારની તકરારમાં પોલીસ સીધી ફરિયાદીની | ઉઘરાણીનું કામ એજન્ટ તરીકે કરી રહી છે. ફરિયાદી અમુક કેસમાં વોન્ટેડ હોવાની પોલીસની જાણ હતી છતાં ફરિયાદી ફરિયાદ માટે આવે છે ત્યારે પોલીસે તેની ધરપકડ કરવાને બદલે હાલની ફરિયાદ નોંધે છે. જે ફરિયાદી સાથે પોલીસનું મેળાપીપણું સાબિત કરે છે. ફરિયાદી સામે મોટાભાગના બોગસ દસ્તાવેજના ગંભીર પ્રકારના ૨૩ ગુના છે. ફરિયાદીએ પોતાના સમર્થનમાં બે પ્રાઈવેટ હેન્ડરાઈટિંગ એક્સપર્ટના ઓપિનિયન રજૂ કરી ફરિયાદમાં ગાંધીનગર એફએસએલનો રિપોર્ટ હોવાનું ખોટું કથન કર્યું છે. કોર્ટે નોંધ્યું હતું કે, પોલીસ ફરિયાદીનું કેરેક્ટર જાણતી હોવા છતાં ફરિયાદીએ ફરિયાદમાં જે કથનો કરેલા છે તેનેસત્ય માની સીધેસીધી રીતે સિવિલ નેચરની તકરારમાં પોલીસે ઝંપલાવી દીધેલું છે. પોલીસ જે કાર્યવાહી કરીરહી છે તે ફરિયાદીનો ગુનાઈત પૂર્વ ઈતિહાસ જોતા ચોક્કસપણે શંકાના દાયરામાં જણા છે. દાવો પેનિંગ છે અસલ પુરસિસ વેરિફાઈ કર્યા વગર પ્રાઈવેટ હસ્તાક્ષર નિષ્ણાતના અભિપ્રાયના આધારે સીદી એફઆઈઆર શંકા પ્રેરે છે.