વડોદરામાં GUJCTOK હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ સિકલીગર ગેંગનો સાગરીત સુરતમાં પકડાયો
વડોદરાઃ વડોદરાની બાપોદ પોલીસે સિકલીગર ગેંગ સામે સંગઠિત ગુનાખોરી આચરવા બદલ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ વોન્ટેડ જાહેર કરાયેલા એક આરોપીને સુરત પોલીસે ઝડપી પાડયો છે.
વડોદરા પોલીસે ચોરી,લૂંટ,અછોડા તોડ જેવા ગુનાઓ આચરતી સિકલીગર ગેંગના ૧૭ જેટલા સાગરીતો સામે ૨૬૩ જેટલા ગુનાઓ એકત્રિત કરી ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે અત્યાર સુધીમાં ૧૫ જેટલા આરોપીને પકડયા છે.
આ ગેંગમાં સામેલ ગુરૃચરણસિંગને વડોદરા પોલીસ શોધી રહી હતી.૨૩ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો ગુરૃચરણસિંગ સુરતના ભેસ્તાન ઉમીદનગર વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતાં સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડયો છે.
પકડાયેલો આરોપી ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હોવાથી સુરત પોલીસ તેને વડોદરા પોલીસને સોંપવા તજવીજ કરશે.