GUJCTOC ના ગુનામાં 4 મહિનાથી ફરાર ધર્મેશ ગોલુ પકડાયોઃ18 ગુના નોંધાયા હતા

વડોદરાઃ ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વારસિયા પોલીસને સોંપ્યો છે.
દારૃ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ બદલ અલ્પુ સિન્ધી અને તેના સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.જેમાં ધર્મેશ ઇન્દ્રકુમાર સચદેવ(જગદીશ એપાર્ટમેન્ટ,વારસિયા,જૂની આરટીઓ પાસે) ને પોલીસ ચાર મહિનાથી શોધી રહી હતી.
આરોપી વારસિયામાં આવ્યો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડયો હતો.આરોપી ધર્મેશ સામે હત્યાનો પ્રયાસ,મારામારી,હથિયાર રાખવા, ધમકી અને દારૃ જેવા ૧૮ ગુના નોંધાયેલા છે.