અમદાવાદથી ચોરેલી બાઇક લઇ વડોદરા માં અછોડા તોડનાર વધુ એક સાગરીતપકડાયોઃ ફૈઝાન સામે 15 ગુના
વડોદરાઃ વડોદરામાં બે અછોડા તોડનાર અમદાવાદનો વધુ એક અછોડાતોડ ઝડપાતાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
પાંચ દિવસ પહેલાં પોલીસે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા મોહસિન અંસારીને ઝડપી પાડતાં તેની પાસે બે અછોડા મળ્યા હતા.જે તેણે સમા અને ખોડિયાર નગર વિસ્તારમાં તોડયા હોવાની વિગતો ખૂલી હતી.
આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે મોહસિનના સાગરીત ફૈઝાન ઉર્ફે પંડિત મહંમદહુસેન શેખ (જીશાન રેસિડેન્સી,ફતેવાડી,વેજલપુર, અમદાવાદ)ને ઝડપી પાડયો છે.તેની સામે પણ જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં ખંડણી, ચોરી,અછોડાની લૂંટ જેવા ૧૫ જેટલા ગુના નોંધાયેલા છે અને બે વાર પાસા હેઠળ જેલ જઇ આવ્યો છે.