Gujarat

વડોદરામાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાં દારૂ સપ્લાય કરવાના કેસમાં વોન્ટેડ આરોપી દમણથી પકડાયો

By GS TEAM
5 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરાના કારેલીબાગ વિસ્તારની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં પાર્સલમાંથી દારૂ મળી આવવાના બનાવમાં પોલીસે વોન્ટેડ આરોપીને નાની દમણ ખાતેથી ઝડપી પાડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાં દારૂ સપ્લાય કરવાના કેસમાં વોન્ટેડ આરોપી દમણથી પકડાયો

Vadodara Liquor Case : વડોદરાના કારેલીબાગ વિસ્તારની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં પાર્સલમાંથી દારૂ મળી આવવાના બનાવમાં પોલીસે વોન્ટેડ આરોપીને નાની દમણ ખાતેથી ઝડપી પાડ્યો છે. 

કારેલીબાગના ભાવના રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં જૂન 2022 માં પાર્સલમાંથી અઢી લાખની કિંમતના 2880 નંગ દારૂના પાઉચ મળી આવ્યા હતા. જે કેસમાં પોલીસે તપાસ કરતા નાની દમણમાં રહેતા સંદીપ ઉર્ફે બંટી નવીન કામલી (કુંભાર ફળિયા) નું નામ ખુલ્યું હતું. 

પોલીસ દ્વારા સંદીપને પકડવા માટે વારંવાર પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. બે દિવસ પહેલા તે નાની દમણમાં આવ્યો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ગઈ હતી અને વોચ રાખી તેને દબોચી લીધો હતો.