વડોદરા શહેરના ભાયલીમાં ગૃહ વિકાસ સહકારી મંડળીની ખખડધજ ઇમારતની દિવાલ રાત્રે ધરાશાયી
Vadodara : વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામની ખખડજજ બનેલી ગૃહ વિકાસ સહકારી મંડળીની દિવાલ મોડી રાત્રે ધડાકાભેર તૂટી પડી હતી. સદભાગ્યે રાતના તૂટી પડેલી દિવાલ દિવસે ધરાશાયી થઈ હોત તો અચૂક જાનહાની સહિત મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેમાં મીનમેખ નથી.
ઉલ્લેખનીય છે કે શહેરના છેવાડે ભાયલી ગૃહ વિકાસ સહકારી મંડળી જર્જરીત હાલતમાં છે. અનેક પરિવારો અહીંયા રહે છે. સીલિંગમાંથી કેટલી વાર પોપડા ખરે છે અને સળિયા દેખાય છે. બંધ રહી હતી. આ વિકાસ સહકારી મંડળીમાં અવારનવાર મીટીંગ થાય છે. આ જર્જરિત ઇમારત અંગે પાલિકા સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવે છે. પાલિકાના વોર્ડ નં. 10ના કોર્પોરેટરોનું ધ્યાન દોરવા છતાં પણ ક્યારેય દેખાય નથી. હવે આ જર્જરિત ઇમારત ઉતારી લેવા અથવા રીનોવેશન કરવાનું અતિ આવશ્યક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.