મોટી દુર્ઘટના થતી ટળી ગઈ , શેલામાં કૃપાલ બચપન ફલેટની દિવાલ ધરાશાયી, જાનહાની નહીં
તપોવન બિલ્ડર્સની નવી સાઈટના ખોદકામ સમયે બનેલી ઘટનાથી રહીશોમાં રોષ
અમદાવાદ,શુક્રવાર,11 જુલાઈ,2025
અમદાવાદના શેલા વિસ્તારમાં કલબ ૦૭ પાસે શુક્રવારે તપોવન બિલ્ડર્સની નવી સાઈટના ખોદકામ સમયે કૃપાલ
બચપન ફલેટની દિવાલ ધરાશાયી થતાં રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સદનસીબે આ
ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નહતી. ઔડા તરફથી બિલ્ડરને અપાયેલી રજા ચિઠ્ઠી રદ
કરવા સુધીની કાર્યવાહી થશે એમ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
કલબ ૦૭ આવેલા કૃપાલ
બચપન ફલેટની બાજુમાં જ નવી બાંધકામ
સાઈટમાં બેઝમેન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી હતી.તપોવન બિલ્ડર્સ દ્વારા નવી સાઈટના
ખોદકામ સમયે કૃપાલ બચપન ફલેટની દિવાલ તૂટી પડી હતી.ઔડાના સી.ઈ.ઓ.દેવાંગ દેસાઈના
કહેવા મુજબ, હાલ બિલ્ડરને તૂટી પડેલી દિવાલ રીસ્ટોર કરવા કહેવાયુ છે.
સંપૂર્ણ વિગત મળ્યા પછી બિલ્ડરની રજા ચિઠ્ઠી રદ કરવા સુધીના પગલા ભરવામાં આવશે.