Get The App

વઢવાણમાં સાફ-સફાઈના અભાવના કારણે અબોલ પીર ચોક વિસ્તારમાં ડ્રેનેજના પાણી રોડ ઉપર ભરાયા

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
વઢવાણમાં સાફ-સફાઈના અભાવના કારણે અબોલ પીર ચોક વિસ્તારમાં ડ્રેનેજના પાણી રોડ ઉપર ભરાયા 1 - image

- બાંધણી ઉદ્યોગો દ્વારા વપરાશ કરેલા કેમિકલ યુક્ત પાણી પણ રોડ ઉપર છોડી દેવામાં આવતા સ્થાનિક લોકો કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર

- ચામડીના રોગો ફેલાવવાનો ભય સર્જાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર વઢવાણ મહાનગરપાલિકા બની ત્યારબાદ વઢવાણ ગામની પરિસ્થિતિ અત્યંત દૈન્ય બની ગઈ છે સાફ-સફાઈ તેમજ રોડ રસ્તા પ્રાથમિક સુવિધાઓ વઢવાણને મળવી જોઈએ તે પ્રકારની મળી રહી નથી એક તરફ હેરિટેજ સિટી વિકસાવાની અધિકારીઓ દ્વારા વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ વઢવાણ ની પરિસ્થિતિ અને જનતા પરેશાનીનો સામનો કરી રહી છે વઢવાણમાં બાંધણી ઉદ્યોગ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત છે પરંતુ ઉદ્યોગમાં વપરાશમાં આવતા પાણી અને કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરવામાં ન આવતા પાણી રોડ ઉપર છોડી દેવામાં આવી રહ્યું છે.

બીજી તરફ વઢવાણમાં ખુલ્લી ડ્રેનેજ આવેલી છે ત્યારે તેની સાફ સફાઈ પણ કરવામાં ન આવતી હોવાના કારણે આ ડ્રેનેજના કેમિકલ વાળા પાણી રોડ ઉપર ભરાઈ જાય છે અને વઢવાણ વાસીઓને પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે જોકે આ મુદ્દે મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ અધિકારીઓ પ્રશ્નનો હલ લાવવા માટે કોઈપણ પ્રકારના પ્રયત્ન ન કરતા હોવાનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે. વઢવાણ અબોલ પીર ચોક વિસ્તારમાં ખુલ્લી ગટરોના કેમિકલ યુક્ત પાણી રોડ ઉપર ભરાઈ જતા સ્થાનિક લોકોને પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે કેમિકલ યુક્ત પાણી રોડ ઉપર ભરાઈ ગયા હોવાના કારણે આવા કેમિકલ યુક્ત અને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે જેને લઈને રોગચાળો ફાટી નીકળવાની દેહશત સર્જાઇ જવા પામી છે એક બાજુ દ્વિ ચક્રીય ઋતુ ચાલી રહી છે ત્યારે બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું માર્યું છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની બેદરકારીના કારણે સ્થાનિક લોકો પરેશાનીનો સામનો ભોગવી રહ્યા છે. આ ઉપરાંત કેમિકલ યુક્ત પાણીમાંથી પસાર થતાં સમયે સ્થાનિક લોકોના ચામડીના રોગો પણ થઈ રહ્યા છે જેને લઈને હવે તંત્ર જાગી અને કારખાનાઓ માંથી નીકળતા કેમિકલ યુક્ત પાણીનો યોગ્ય નિકાલ કરાવે અને ડ્રેનેજ સાફ-સફાઈને કામગીરી હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગણી વઢવાણના ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.