Gujarat

વડોદરા શહેરમાં વ્યાજ ખોરો બેફામ : વ્યાજની ઉઘરાણી કરી યુવાનને ઘરમાં પૂરી બહારથી તાળું મારી દીધું

By GS TEAM
16 Jul 20252 mins read
TukuTouch Logo
ત્રણ મહિના સુધી માતાએ લોખંડની જાળીમાંથી પોતાના માનસિક બીમાર પુત્રને ખાવાનું આપ્યું

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં વ્યાજ ખોરો બેફામ : વ્યાજની ઉઘરાણી કરી યુવાનને ઘરમાં પૂરી બહારથી તાળું મારી દીધું

Vadodara Vyajkhor : વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી વિધવાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં શારદાબેન કે. દાવા અને તેમનો પુત્ર નરેન્દ્ર કે. દાવા (બંને રહે-સોમનાથ નગર, તરસાલી) આવતા જતા હોય તેઓને ઓળખું છું. એક વર્ષ અગાઉ મારી ભત્રીજીનું લગ્ન હોય મેં તેઓ પાસેથી 70 હજાર રૂપિયા લીધા હતા. ત્યારબાદ બીજી વખત જ્યારે મારો નાનો પુત્ર મરણ પામ્યો હતો ત્યારે તેની વિધિ કરવા માટે 30,000 રૂપિયા લીધા હતા. મેં અત્યાર સુધી 1.40 લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં હજી મારી પાસે વ્યાજની ગણતરી કરી વધુ એક લાખની માગણી કરે છે પરંતુ મારી પાસે સગવડ નહીં થતા અમે પૈસા આપ્યા ન હતા.

ત્રણ મહિના પહેલા શારદાબેન અને તેમનો પુત્ર નરેન્દ્ર મારા ઘરે આવ્યા હતા અને મારા 40 વર્ષના માનસિક બીમાર પુત્રને ઘરમાં પૂરી દઈ ઘરની બહાર તાળું મારી ચાવી લઈને જતા રહ્યા હતા. તેઓ મારા ઘરના મકાનના કાગળો અને પાવતીઓ પણ લઈ ગયા હતા અને ધમકી આપી હતી કે પૈસા નહીં આપો તો તને તથા તારા છોકરાને જાનથી મારી નાખીશું. ત્રણ મહિના સુધી હું લોખંડની ગ્રીલવાળા દરવાજામાંથી મારા છોકરા ને જમવાનું આપતી હતી. 14 મી જુલાઈ એ રાત્રે 9:00 વાગે નરેન્દ્ર મારા ઘરે આવ્યો હતો અને પૈસાની સગવડ થઈ છે કે નહીં તેમ પૂછી ધમકી આપી જતો રહ્યો હતો. અમારા ઓળખીતા રવિરાજસિંહ સોલંકીને જાણ કરતાં તેઓ આવી ગયા હતા અને આરોપીઓએ મારા મકાનમાં મારેલુ તાળું તોડી નાખી મારા પુત્રને બહાર કાઢી બચાવ્યો હતો. માંજલપુર પોલીસે વ્યાજખોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.