Get The App

એસવીપીનો એડમિશન રેટ વધારવા વી.એસ.ને તોડવા માંડી હોવાનો આક્ષેપ

વી.એસ.નું જૂનું ચિનાઈ પ્રસુતિ ગૃહ તૂટવું ન જોઈએ તેવી શરત:

૧૬૨૦ બેડની એસવીપી હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દરદીઓમાંથી એડમિશન રેટ માત્ર ૮થી ૧૦ ટકા જ છે

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
એસવીપીનો એડમિશન રેટ વધારવા  વી.એસ.ને તોડવા માંડી હોવાનો આક્ષેપ 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

નવી બાંધવામાં આવેલી એસવીપી હોસ્પિટલમાં ૧૬૨૦ બેડ હોવા છતાં તેમાં એડમિશન લેનારાઓની સંખ્યા માંડ ૮થી ૧૦ ટકા જ છે. પરિણામે કદાવર હોસ્પિટલમાં કરવામાં આવેલા અબજોના ઇન્વેસ્ટમેન્ટ પર વળતર છૂટતું નથી. તેની સામે ગરીબોની હોસ્પિટલ ગણાતી વી.એસ. હોસ્પિટલ દરદીઓથી છલકાતી હતી, તેમ જ દરદીઓને રાખવા માટે લોબીમાં પણ બેડ  પાથરવાની ફરજ પડતી હતી. જોકે અત્યારે વીએસના ૨૦૦ બેડ ચાલુ છે. તેમાં ૧૦૦ પેશન્ટથી ૧૨૫ પેશન્ટ એડમિટ થયેલા જોવા મળે છે. આમ એસવીપીની તુલનાએ વીએસનો એડમિશન રેટ ખાસ્સો ઊંચો છે. 

એસવીપીનો એડમિશન રેટ વધારવા  વી.એસ.ને તોડવા માંડી હોવાનો આક્ષેપ 2 - imageઆ સંજોગોમાં ૧૬૨૦ બેડની હોસ્પિટલમાં મોટાભાગના બેડ ખાલી રહેતા હોવાથી વી.એસ.ને ધીમે ધીમે ખતમ કરી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ રીતે એસવીપી તરફ પેશન્ટનો પ્રવાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માત્ર ૨૦૨૦માં કોરોનાને કારણે એસવીપીમાં એડમિટ થયેલા પેશન્ટનો પ્રવાહ ૨૩.૧૪ ટકા જેટલો થયોે હતો. આ સિવાયના ૨૦૧૯થી ૨૦૨૫ સુધીના તમામ વરસોમાં બેડની સંખ્યાની તુલનાએ માત્ર ૮થી ૧૦ ટકા બેડ જ ઓક્યુપાય થતાં હોવાનું જોવા મળે છે. 

જોકે ૨૦૨૨ પછી તો વી.એસ.માં ડાક્ટર પણ ઓછા કરીને કામકાજ ઘટાડી દેવામાં આવ્યું છે. વી.એસ. હોસ્પિટલમાં ઓરિજિનલ ૧૧૫૫ બેડ  હતા તે ઘટાડીને હવે માત્ર ૫૦૦ બેડની કરી દેવાનું  તેમ છતાંય એસવીપીમાં જોઈએ તેટલા પ્રમાણમાં દરદીઓનો પ્રવાહ વધતો ન હોવાનું જોવા મળી રહ્યું છે. આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં આવતા દરદીઓમાંથી માંડ આઠથી દસ ટકા દરદીઓ જ હોસ્પિટલમાં એડમિટ થવાનું પસંદ કરતાં હોવાનું જોવા મળી રહ્યું છે.  

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કેસ કરનાર વી.એસ. હોસ્પિટલના બોર્ડના વકીલોનું કહેવું છે કે જૂની વી.એસ. હોસ્પિટલનો હિસ્સો ન તોડવાની શરતે હોસ્પિટલ તોડવાની છૂટ આપવામાં આવી છે. આ સ્થિતિમાં જૂની હોસ્પિટલનો ચિનુભાઈ પ્રસુતિ ગૃહના જ એક્સટેન્ડેડ હિસ્સાને તોડવાથી આરંભ કરવામાં આવ્યો હોવાથી નક્કી કરેલા ભાગ કરતાં વધારાનો ભાગ તૂટે તો વિવાદ થવાની સંભાવના જોવામાં આવી રહી છે. પ્રસુતિ ગૃહ ઉપરાંત જૂની વીએસ હોસ્પિટલનો ટાવર ન તોડવાની પણ શરત મૂકવામાં આવેલી છે. ચિનુભાઈ મેટરનિટી હોસ્પિટલ, સુપરિન્ટેન્ડન્ટની ઓફિસ ધરાવતો ટાવર, અને ટ્રોમા સેન્ટરને જાળવી રાખવાની શરતે વી.એસ. હોસ્પિટલનું તોડકામ ચાલુ કરવામાં આવ્યું છે. અગાઉ વી.એસ.ના બોર્ડે જ બનાવેલા સ્ટાફ ક્વાર્ટર અગાઉ તોડી પાડવામાં આવ્યા હોવાથી પણ ઉપરોક્ત ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અમ્યુકોએ વી.એસ.માં નસગ કાલેજ અને નસગ સ્કૂલ બનાવી છે. નવાઈ પમાડે  તેવી વાત તો એ છે કે વી.એસ. તોડવા માટેનું ટેન્ડર વાડીલાલ સારાભાઈના બોર્ડ દ્વારા બહાર પાડવું જોઈએ. તેને બદલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તે ટેન્ડર બહાર પાડયું છે.

આમેય વી.એસ.ના બોર્ડના સભ્યનું વર્ચસ્વ ઓછું કરવા માટે જ ગવનગ બોડીમાં સુપરિન્ટેન્ડન્ટ તરીકે ડા. પારુલ શાહને ગોઠવી દેવામાં આવ્યા છે. આ જ રીતે તેના ચેરપરસન તરીકે મેયરને મૂકી દેવામાં આવ્યા છે. આમ વી.એસ. બોર્ડના સભ્યોને કાપીને અમ્યુકોનું વર્ચસ્વ વધારવાનું આયોજન સતત થઈ રહ્યું છે. મૂળ શરત મુજબ કોર્પોરેશને માત્ર ગ્રાન્ટ જ આપવાની હતી. હોસ્પિટલનો સમગ્ર વહીવટ વી.એસ.ના બોર્ડના હસ્તક જ રાખવાનો હતો.

એસવીપીના ઓપીડીમાં આવતા અને એડમિટ થતાં દરદીઓ

વર્ષ ઓપીડી આઈપીડી એડમિશનની ટકાવારી

૨૦૧૯ ૧૭૦૮૫૧ ૧૪૧૯૫ ૦૮.૩૦ ટકા

૨૦૨૦ ૮૧૦૫૧ ૧૮૭૬૦ ૨૩.૧૪ ટકા

૨૦૨૧ ૧૦૭૬૦૧ ૧૧૪૫૧ ૧૦.૬૪ ટકા

૨૦૨૨ ૧૫૯૭૫૭ ૧૨૪૭૮ ૦૭.૮૧ ટકા

૨૦૨૩ ૨૪૪૦૧૧ ૨૧૯૮૧ ૦૯.૦૦ ટકા

૨૦૨૪ ૨૮૪૦૧૧ ૨૬૮૭૩ ૦૯.૪૬ ટકા

૨૦૨૫ (જૂન) ૧૫૩૩૯૫ ૧૪૩૯૦ ૦૯.૩૮ ટકા


Tags :