Gujarat

સુરેન્દ્રનગર જીલ્લામાં 41 ગામમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચુંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ

By GS TEAM
23 Jun 20253 mins read
સુરેન્દ્રનગર જીલ્લામાં 41 ગામમાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચુંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ

- સામાન્ય ચુંટણી માટે 58.02 % ટકા અને પેટાચુંટણી માટે 67 % મતદાન નોંધાયું

- સરપંચ માટે 85 અને સદસ્યો માટે 321 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થયા

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં ૫ણ ૪૧ ગામોમાં ગ્રામ પંચાયતની ચુંટણી માટે સવારથી મતદાનનો પ્રારંભ થયો હતો જેમાં વરસાદી માહોલ હોવા છતાં અમુક ગામોમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતોઅને મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી જવા પામી હતી તમામ મતદાન મથકો પર એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું જેની આગામી તા.૨૫ જુનના રોજ મતગણતરી હાથધરવામાં આવશે.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના ૧૦ તાલુકાઓમાં અમુક ગ્રામ પંચાયતોમાં છેલ્લા ઘણા સમયથી વહિવટદાર શાસન ચાલતું હતું આથી ચુંટણીપંચ દ્વારા સમગ્ર રાજ્ય સાથે જીલ્લામાં પણ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર કરવામાં આવી હતી જેમાં ૫૦ જેટલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી માટે સરપંચ તેમજ ૪૨૪ જેટલા વોર્ડના સભ્યો માટે અને અન્ય ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી જાહેર થઈ હતી. જે ચુંટણીઓમાં ફોર્મ ખેંચવાના એક દિવસ બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું અને સરપંચ પદ માટે ૮૫ જ્યારે સભ્યો માટે ૩૨૧ ઉમેદવારો ચુંટણી મેદાનમાં બાકી રહ્યાં હતાં જ્યારે અગાઉ સરપંચની ૨૯ તેમજ સભ્ય પદ માટે ૨૮૨ બેઠકો બિનહરીફ થઈ હતી. આથી કુલ ૪૨ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે અલગ-અલગ ૬૯ મતદાન બુથો પર સવારના ૭-૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી આ તમામ બુથો પર અંદાજે ૫૬ હજારથી વધુ મતદારો નોંધાયા હતા. વઢવાણના કટુડા, બાળા, નગરા સહિત ચાર ગામો ઉપરાંત લીંબડી તાલુકાના-૦૫, ચુડા તાલુકાના-૦૨, સાયલા તાલુકાના-૦૪, મુળી તાલુકાના-૦૪, ધ્રાંગધ્રા તાલુકાના-૦૩, દસાડા તાલુકાના-૧૧, થાન તાલુકાના-૦૩, લખતર તાલુકાના-૦૨, ચોટીલા તાલુકાના-૦૪ સહિત કુલ ૪૧ ગ્રામ પંચાયતો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા હાથધરવામાં આવી હતી. સફેદ તેમજ ગુલાબી રંગના સરપંચ અને સદસ્ય માટે અલગ-અલગ મતપત્રકો દ્વારા મતદારોએ મતઆપી મતાધીકારનો ઉપયોગ કર્યો હતો. વઢવાણના કટુડા, નગરા, બાળા સહિત લીંબડી અને દસાડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ હોવા છતાં મહિલા અને પુરૂષ મતદારો સહિત વૃધ્ધ અને દિવ્યાંગ મતદારો ઉત્સાહ સાથે પોતાના ગામના સરપંચને ચુંટવા માટે મત આપવા ઉમટી પડયા હતા. જ્યારે ગામના મતદારોનો સંપર્ક કરતા છેલ્લા ઘણા વર્ષોથી ગામમાં વહિવટદાર શાસન હોવાથી વિકાસ રૂધાયો હોવાનુ અને ગામમાં સરપંચના સંકલન દ્વારા જ વિકાસના કામો થતાં હોવાનું જણાવ્યું હતું. ત્યારે સરપંચની ચુંટણી જાહેર થતાં જ મતદારોમાં તેમજ ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો તમામ મતદાન બુથો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થયું હતું જેની મતગણતરી આગામી તા.૨૫ જુનના રોજ યોજાશે અને મતગણતરી બાદ જ સરપંચ તેમજ સદ્દસ્યોની હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થશે.

ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીમાં સવારના 7-00 વાગ્યાથી બપોરના 3-00 વાગ્યા સુધી યોજાયેલ મતદાન

તાલુકા

ગ્રા.પં.સંખ્યા

મતદાન કરેલ

મતદાન કરેલ

કુલ

ટકા

 

 

પુરૂષ મતદારો

મહિલા મતદારો

 

 

વઢવાણ

૦૪

૩૩૧૪

૨૮૮૫

૬૧૯૯

૫૪.૨૪ %

લીંબડી

૦૪

૧૭૩૯

૧૪૨૩

૩૧૬૨

૪૫.૩૮ %

સાયલા

૦૨

૮૦૩

૬૫૪

૧૪૫૭

૬૯.૪૫ %

ચોટીલા

૦૩

૧૦૮૪

૯૧૨

૧૯૯૬

૬૫.૪૦ %

થાન

૦૩

૧૧૦૨

૯૮૯

૨૦૯૧

૫૪.૬૫ %

મુળી

૦૩

૧૨૫૩

૧૯૭

૨૩૫૦

૬૪.૪૦ %

ધ્રાંગધ્રા

૦૩

૧૩૦૪

૧૧૩૯

૨૪૪૩

૬૯.૦૫ %

દસાડા

૦૯

૪૧૬૯

૩૭૫૫

૭૯૨૪

૫૯.૭૮ %

કુલ...

૩૨

૧૪૭૬૮

૧૨૮૫૪

૨૭૨૨

૫૮.૦૨ %

ગ્રામ પંચાયતની પેટા ચુંટણીમાં સવારના 7-00  વાગ્યાથી બપોરના 3-00 વાગ્યા સુધી યોજાયેલ મતદાન

તાલુકા

ગ્રા.પં.સંખ્યા

મતદાન કરેલ

મતદાન કરેલ

કુલ

ટકા

 

 

પુરૂષ મતદારો

મહિલા મતદારો

 

 

લખતર

૦૨

૮૪૦

૭૪૬

૧૫૮૬

૫૮ %

લીંબડી

૦૧

૩૯૨

૩૬૩

૭૫૫

૭૭ %

ચુડા

૦૨

૧૦૪૪

૯૫૨

૧૯૯૬

૭૬ %

સાયલા

૦૧

૮૦

૫૯

૧૩૯

૭૧ %

ચોટીલા

૦૧

૪૭૪

૪૪૪

૯૧૮

૬૮ %

દસાડા

૦૨

૪૬૨

૩૭૪

૮૩૬

૬૧ %

કુલ...

૦૯

૩૨૯૨

૨૯૩૮

૬૨૩૦

૬૭ %